શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
20 જાન્યુઆરી બાદ કેટલાય ટ્વીટર એકાઉન્ટ પરથી આ વસ્તુ ઓટોમેટિક થઇ જશે ગાયબ, નવી વેરિફિકેશન પૉલીસી પ્રમાણે શું શું થશે ફેરફાર, જાણો વિગતે
નવેમ્બરમાં ટ્વીટર તરફથી 2021માં ફરીથી વેરિફિકેશન જાહેરાત કર્યા બાદ યૂઝર્સના ઇનપુટ્સના આધાર પર નવી વેરિફિકેશન પૉલીસીમાં ફેરફાર લાવવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ ટ્વીટર પર બહુ જલ્દી એક મોટો ફેરફાર આવવા જઇ રહ્યો છે, ટ્વીટ ત્રણ વર્ષ બાદ ફરીથી એકવાર ઔપચારિક રીતે વેરિફિકેશન માટે આવેદન પ્રક્રિયા શરૂ કરવા જઇ રહ્યું છે. પંરતુ આ વખતે ટ્વીટર પ્લેટફોર્મ પોતાની નવી સંશોધિત વેરિફિકેશન પૉલીસીની સાથે તૈયાર છે, અને આ 20 જાન્યુઆરીએ લૉન્ચ થવા જઇ રહી છે.
નવેમ્બરમાં ટ્વીટર તરફથી 2021માં ફરીથી વેરિફિકેશન જાહેરાત કર્યા બાદ યૂઝર્સના ઇનપુટ્સના આધાર પર નવી વેરિફિકેશન પૉલીસીમાં ફેરફાર લાવવામાં આવ્યો છે.
જોકે, 20 જાન્યુઆરી એ તારીખ નથી જ્યારે તમે વેરિફિકેશન અરજી પ્રક્રિયા શરૂ થશે, એટલે તમે આ દિવસે વેરિફિકેશન માટે અરજી નથી કરી શકો. ટ્વીટરના પ્રવક્તાએ ધ વર્ઝ સાથે વાતચીતમાં જણાવ્યુ કે અરજી 2021ની શરૂઆતમાં ખુલી જશે. 20 જાન્યુઆરીથી લાગુ નવી પૉલીસી અંતર્ગત ટ્વીટર તે વેરિફાઇડ એકાઉનટ્સને હટાવવાના શરૂ કરી દેશે જે નિષ્ક્રિય કે પછી નીતિઓના અનુરુપ નથી.
આની સાથે ટ્વીટરે આવા વ્યક્તિઓના ખાતાને લેબલ લગાવવાનુ રીત શરૂ કરી છે, જેના મૃત્યુ થઇ ચૂક્યા છે. જોકે, ટ્વીટરે એ નથી બતાવ્યુ કે આ લેબલ કઇ રીતે રહેશે. ટ્વીટરે એક બ્લૉગ પૉસ્ટ મારફતે કહ્યું- અમે નિષ્ક્રિય એકાઉન્ટ પરથી બ્લૂ ટિક ઓટોમેટિક હટાવવા પર કામ કરી રહ્યાં છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion