UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI Payment: જો તમે UPI યુઝર છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. 1 એપ્રિલથી બેંક ખાતાઓમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબરો કાઢી નાખવામાં આવશે, ત્યારબાદ તેમની સાથે લિંક કરેલ UPIનો ઉપયોગ નહીં કરી શકાય.

UPI Payment: UPI યુઝર્સ માટે એક મોટા સમાચાર છે. 1 એપ્રિલ, 2025 થી નવા નિયમો અમલમાં આવી રહ્યા છે, જે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી પેમેન્ટ એપ્સના વપરાશકર્તાઓને અસર કરશે. વાસ્તવમાં, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ કહ્યું છે કે તે UPI સાથે જોડાયેલા તે મોબાઈલ નંબરોને બેંક ખાતામાંથી દૂર કરશે જે લાંબા સમયથી બંધ છે. આનો અર્થ એ થયો કે જો તમારું બેંક એકાઉન્ટ નિષ્ક્રિય નંબર સાથે લિંક થયેલ છે, તો તે કાઢી નાખવામાં આવશે. આ પછી, નિષ્ક્રિય નંબરો દ્વારા UPI વ્યવહારો શક્ય બનશે નહીં.
સાયબર ક્રાઇમ રોકવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો
છેલ્લા કેટલાક સમયથી, દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, NPCI એ એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. NPCI કહે છે કે નિષ્ક્રિય નંબરો UPI અને બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓનું કારણ બને છે. ટેલિકોમ ઓપરેટરો અન્ય વપરાશકર્તાઓને નિષ્ક્રિય નંબરો ફાળવે છે, જેનાથી છેતરપિંડીનું જોખમ વધે છે. આ સાથે, NPCI એ બેંકો અને UPI એપ્સને દર અઠવાડિયે નિષ્ક્રિય મોબાઇલ નંબરોના રેકોર્ડમાં સુધારો કરવા જણાવ્યું છે.
આ વપરાશકર્તાઓને વધુ અસર થશે
આ નિર્ણયની સૌથી વધુ અસર એવા વપરાશકર્તાઓ પર પડશે જેમણે નવો મોબાઇલ નંબર લીધો છે, પરંતુ તેમનું બેંક ખાતું હજુ પણ જૂના નંબર સાથે જોડાયેલ છે. આ ઉપરાંત, જે વપરાશકર્તાઓ તેમના નિષ્ક્રિય મોબાઇલ નંબરો સાથે UPI નો ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ આ નિર્ણયને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમારું બેંક ખાતું પણ કોઈ જૂના નંબર સાથે જોડાયેલું હોય અથવા કોઈ એવા નંબર સાથે જોડાયેલ હોય જે હવે સક્રિય નથી, તો તમારા નંબરને બેંક ખાતા સાથે અપડેટ કરો. ઉપરાંત, નિષ્ક્રિય નંબરને તમારા ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરીને સક્રિય કરી શકાય છે. જો તમારો નંબર સક્રિય છે, તો તમે 1 એપ્રિલ પછી પણ પહેલાની જેમ UPI સેવાઓનો ઉપયોગ કરી શકશો.
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે UPI ચુકવણી અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારે અંદાજિત 1,500 કરોડ રૂપિયાની ઈન્સેટિવ સ્કીમને મંજૂરી આપી છે. આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળશે, જેઓ સામાન્ય રીતે UPI ચુકવણી સ્વીકારવાનું ટાળે છે. સરકારની આ યોજના નાના દુકાનદારોમાં ડિજિટલ વ્યવહારોને વેગ આપશે.
Cabinet approves Incentive scheme for promotion of low-value BHIM-UPI transactions (P2M)
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 19, 2025
✅ Eligible Transactions: UPI P2M transactions up to ₹2,000
✅ Incentive Rate: 0.15% of transaction value
✅ Disbursement: 80% of admitted claims disbursed quarterly without conditions pic.twitter.com/5PaidyVnOC
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
