(Source: ECI/ABP News/ABP Majha)
વીવોનો દમદાર ફોન Vivo T1 5G બે દિવસ બાદ થશે લૉન્ચ, લીક્સમાં દેખાયા હટકે ફિચર્સ, જાણો
લીક થયેલી સ્પેશિફિકેશન્સ અનુસાર, વીવો ટી1 5જી ઇન્ડિયન વેરિએન્ટમાં 6.58 ઇંચન ફૂલ એચડી + એલસીડી ડિસ્પ્લે મળી શકે છે.
Vivo T1 Specs: ભારતમાં Vivo T1 5G લૉન્ચ થવાનો છે. કેટલીક લીક્સમાં આની કિંમત અને સ્પેશિફિકેશનની જાણકારી સામે આવી છે. લીક થયેલી જાણકારી અનુસાર, સ્માર્ટફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695 SoCની સાથે આવશે અને ત્રિપલ રિયર કેમેરા સેટઅપને સપોર્ટ કરશે. આ ચીની વેરિએન્ટથી અલગ હશે. વાસ્તવમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવેલા વેરિએન્ટની તુલનામાં ઇન્ડિયન વર્ઝન પુરેપુરી રીતથી અલગ હોઇ શકે છે. વીવો ટી1 5જીને ભારતમાં 9 ફેબ્રુઆરીએ લૉન્ચ કરવામાં આવશે.
લીક્સ અનુસાર, વીવો ટી1 5જીની કિંમત 20000 રૂપિયાથી ઓછી હશે, સ્માર્ટફોનને ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીનમાં વીવો ટી1 એક્સની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આની કિંમત 8GB + 128GB સ્ટૉરેજ વેરિએન્ટ માટે CNY 2,199 (લગભગ 25,800 રૂપિયા)થી શરૂ થાય છે.
લીક થયેલી સ્પેશિફિકેશન્સ અનુસાર, વીવો ટી1 5જી ઇન્ડિયન વેરિએન્ટમાં 6.58 ઇંચન ફૂલ એચડી + એલસીડી ડિસ્પ્લે મળી શકે છે. સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695 SoC પ્રૉસેસર આપવામાં આવી શકે છે. ફોનમાં 8GB સુધી LPDDR4X રેમ મળી શકે છે. સ્માર્ટફોનમાં 4GB અને 6GB રેમ ઓપ્શનની સાથે 128GB સુધીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. વળી વીવો ટી1 5જી ચીની વેરિએન્ટમાં 6.67 ઇંચની ડિસ્પ્લે છે. આ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 778G પ્રૉસેસર પર કામ કરે છે, જેને 12GB સુધી LPDDR5 રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ મેમેરી આપવામાં આવી છે.
ફોટોગ્રાફી માટે, Vivo T1 5Gમાં 50- મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સર અને બે 2-મેગાપિક્સલના કેમેરા હોવાની સંબાવના છે. સેલ્ફી માટે ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોઇ શકે છે. ચીની વેરિએન્ટમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ હોઇ શકે છે. જેમાં f / 1.79 લેન્સની સાથે 64-મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ શૂટર અને 2-મેગાપિક્સલનો મેક્રો શૂટર શરૂ થાય છે. ફ્રન્ટ કેમેરા ચીની વર્ઝન જેવુ જ બતાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ