શોધખોળ કરો
Advertisement
વૉટ્સએપમાં આવ્યુ ફાલતુ મેસેજથી છુટકારો આપતુ આ સ્પેશ્યલ ફિચર, જાણો કઇ રીતે કરે છે કામ
યુઝર્સનાં અનુભવને સુધારવા માટે ફેસબુકની માલિકીની આ એપ્લિકેશન પર ‘Read Later’ સુવિધાના નામ હેઠળ Archived Chatsનું નવું વર્ઝન આવી રહ્યું છે
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સને સતત નવા નવા ફિચર્સ આપી રહી છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિચર એડ થવા જઇ રહ્યું છે. તાજેતરમાં જ રિપોર્ટ આવ્યા હતા કે કંપની Vacation mode પર કામ કરી રહી છે જે યૂઝર્સને પોતાના મેસેજને Archive Chatsમાં રાખવામાં મદદ કરશે, આ પછી તમારી અર્કાઇવ ચેટમાં આવનારા મેસેજ બહાર નહીં આવે, પરંતુ હવે રિપોર્ટ છે કે કંપની પોતાની Archived Chatsનુ નામ બદલવા જઇ રહી છે.
નવા ફિચર્સથી શું થશે ફાયદો
યુઝર્સનાં અનુભવને સુધારવા માટે ફેસબુકની માલિકીની આ એપ્લિકેશન પર ‘Read Later’ સુવિધાના નામ હેઠળ Archived Chatsનું નવું વર્ઝન આવી રહ્યું છે.
વોટ્સએપમાં Read Later ફીચર શું છે અને તે કેવી રીતે કામ કરશે તેનાથી સંબંધિત વિગતો ટૂંક સમયમાં બહાર આવશે. યુઝર્સ હવે સિલેક્ટેડ કોન્ટેક્ટસ માટે Read Later વિકલ્પ પસંદ કરી શકશે. Read Later સુવિધાની સહાયથી યૂઝર્સ ઇચ્છિત સમય માટે પસંદ કરેલી ચેટને મ્યૂટ કરી શકશે. ખાસ વાત છે કે Read Later પસંદ કર્યા પછી નવો મેસેજ આવે ત્યારે કોઈ નોટિફિકેશન પ્રાપ્ત થશે નહીં. જ્યારે ચેટ સંદેશ આર્કાઇવ કરવામાં આવે છે, ત્યારે એક નવો સંદેશ આવતાની સાથે જ એક નોટિફિકેશન પ્રાપ્ત થાય છે.
નોંધનીય છે કે કંપનીએ આ Read Later ઓપ્શન પણ વોટ્સએપ બીટા ફોર iOS વર્ઝન 2.20.130.1 પર આપ્યુ છે, અને હાલ તેનુ ટેસ્ટિંગ ચાલી રહી છે. બાદમાં તમામ પ્લેટફોર્મ પર આને રિલીઝ કરી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement