શોધખોળ કરો

WhatsApp એ નવેમ્બરમાં 37 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો, જાણો કેમ?

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો

ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે નવેમ્બર મહિનામાં લાખો ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. મેસેજિંગ પ્લેટફોર્મનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે વોટ્સએપે 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં પણ લાખો એકાઉન્ટ્સ પર સમાન પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તે સમયે એકાઉન્ટ્સની સંખ્યા વર્તમાન સંખ્યા કરતા 2 લાખ ઓછી હતી.

રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 37 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાંથી 9 લાખ 90 હજાર એકાઉન્ટ એવા છે, જેને કોઈ પણ યુઝર દ્વારા જાણ કરતા પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા.

ભારતમાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા અંગે WhatsApp પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં દુરુપયોગને રોકવામાં અગ્રેસર છે. વર્ષોથી કંપનીએ તેના પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અદ્યતન તકનીકો, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે.

કંપનીએ કહ્યું કે તે પ્લેટફોર્મ પર ખરાબ વર્તનને રોકવા માટે સાધનો અને સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, કારણ કે કોઈને નુકસાન થાય તે પહેલાં તેને અટકાવવું વધુ સારું છે. આ WhatsApp એકાઉન્ટ્સ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ના ​​નિયમ 4(1)(d) હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

વોટ્સએપની આ કાર્યવાહી બાદ કંપનીએ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ કેમ મૂક્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આના પર, વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે એવા એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરે છે જે કંપનીની નીતિઓ અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. જેમાં વોટ્સએપ પર ખોટી માહિતી ફેલાવવી, બહુવિધ નંબરો પર અનવેરિફાઈડ મેસેજ મોકલવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

વર્ષોથી WhatsApp એ લિંકને વેરિફાય કરવા, ફોરવર્ડ મેસેજીસને મર્યાદિત કરવા વગેરે સહિત અનેક પહેલ કરી છે. મેસેજિંગ પ્લેટફોર્મ ફોરવર્ડ કરેલા મેસેજને ઘણી વખત ચિહ્નિત કરે છે, જે મોટાભાગના કિસ્સાઓમાં નકલી સાબિત થાય છે. જો કોઈ પણ એકાઉન્ટ આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય તો વોટ્સએપ તે એકાઉન્ટને પ્રતિબંધિત કરી દે તેવી શક્યતાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Embed widget