(Source: ECI/ABP News/ABP Majha)
Update: આ છે WhatsAppનું બેસ્ટ સિક્યૂરિટી ફિચર, તમે ઇચ્છો તે જ જોઇ શકશે તમારી વૉટ્સએપ ડીપી, જાણો કઇ રીતે...........
હવે તમે પોતાની મરજી મુજબ નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ પિક્ચર, અબાઉટ અને લાસ્ટ સીન જોઇ શકે છે.
WhatsApp Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ એડ કરી રહ્યું છે, એપે તાજેતરમાં જ એન્ડ્રોઇડમાંથી iOS પર ચેટ બેકઅપ ફિચર એડ કર્યુ છે. આ ઉપરાંત ગૃપ મેમ્બર્સની લિમીટને વધારી દીધી છે. આ પ્લેટફોર્મ પર હવે વધુ મોટી ફાઇલ્સને ટ્રાન્સફર કરી શકો છો. વૉટ્સએપ હવે વધુ ફેસિલિટીઝ બની ગયુ છે. એપ પર પ્રાઇવસી સાથે જોડાયેલુ એક ખાસ ફિચર આવ્યુ છે, જેનો લોકો લાંબા સમયથી ઇન્તજાર કરી રહ્યાં હતા, હવે તમે પોતાની મરજી મુજબ નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ પિક્ચર, અબાઉટ અને લાસ્ટ સીન જોઇ શકે છે.
આના પર પણ તમને સ્ટેટસની જેૉમ એક નવુ ઓપ્શન મળી ગયુ છે. જેની મદદથી તમે એ નક્કી કરી શકશો કે તમારા કૉન્ટેક્ટ્સમાંથી કોણ પ્રૉફાઇલ ફોટો નથી જોઇ શકતુ. જાણો વૉટ્સએપના આ નવા ફિચર્સ વિશે.....
શું છે નવુ ફિચર ?
વૉટ્સએપ પર અત્યાર સુધી તમારી પ્રૉફાઇલ ફોટો, લાસ્ટ સીન અને એબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા, પ્રાઇવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને Nobody ઓપ્શનનો જ યૂઝ કરી શકતા હતા.
એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન એડ કરી દીધો છે, જે My Contacts Except છે, એટલે કે હવે યૂઝર્સના કન્ટ્રૉલમાં રહેશે કે કોણ તેની પ્રૉફાઇલ પિક્ચર, લાસ્ટ સીન અને અબાઉટ જોઇ શકે છે. આ ફિચર એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
આ રીતે કરી શકો છો સેટિંગ -
જો તમે એક એન્ડ્રોઇડ યૂઝર છો, તો આ ફિચરને યૂઝ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સને ફોલો કરવા પડશે, સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવુ પડશે, અહીં તમારે More options > Settings > Account > Privacy પર જવુ પડશે, હવે તમને પ્રૉફાઇલ ફોટોથી લઇને લાસ્ટ સીન સુધીના દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે.
વળી, જો તમે iOS યૂઝર છો, તો તમારે Settings > Account > Privacy પર જવુ પડશે, આ પછી તમારી પ્રૉફાઇલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે, અહીં તમે નક્કી કરી શકો છો કે કોણ તમારી પ્રૉફાઇલ ફોટો જોઇ શકે છે.
આ પણ વાંચો......
દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ
Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા
Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ
GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ