વૉટ્સએપમાં ચેટ ફિલ્ટર માટે આવી રહ્યું છે આ ખાસ ફિચર, એકસાથે આ ત્રણ ફિલ્ટરથી થશે કામ, જાણો
ટૂંક સમયમાં મેટા ચેટલિસ્ટની અંદર 3 નવા ઓપ્શન આપવામાં આવશે જેમાં અનરીડ, પર્સનલ અને બિઝનેસનો સમાવેશ થાય છે
WhatsApp Chatlist Filters: દુનિયાની નંબર વન ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર હવે યૂઝ્સને વધુ એક ખાસ અને ધાંસૂ ફિચર મળવાનું છે, કંપની પોતાના યૂઝર્સ એક્સપીરિયન્સને વધુ બેસ્ટ બનાવવા માટે ચેટ ફિલ્ટર પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે, અને આગામી સમયમાં આને રિલીઝ પણ કરી દેવાશે. બહુ જલદી મેટા યૂઝ્સને વૉટ્સએપ ચેટ્સને વધુ સારી રીતે ગોઠવવા માટે 3 નવા ઓપ્શનો આપવા જઈ રહ્યું છે. વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની એક નવા ટૂલ પર કામ કરી રહી છે જે યૂઝર્સને ચેટ્સ મેનેજ કરવા માટે 3 ફિલ્ટર્સ આપશે. આની મદદથી યૂઝર્સ વધુ સારી રીતે ચેટ્સ ઓર્ગેનાઈઝ કરી શકશે.
મળશે આ 3 ધાંસૂ ફિલ્ટર -
ટૂંક સમયમાં મેટા ચેટલિસ્ટની અંદર 3 નવા ઓપ્શન આપવામાં આવશે જેમાં અનરીડ, પર્સનલ અને બિઝનેસનો સમાવેશ થાય છે. તેના પર ક્લિક કરવાથી સંબંધિત ચેટ્સ આપમેળે તે ફિલ્ટર હેઠળ આવશે અને તમે આસાનીથી ચેટ્સ ગોઠવી શકશો. આ નવો ઓપ્શન તમારો ખાસ્સો એવો સમય પણ બચાવશે. આ અપડેટ હાલમાં WhatsAppના બીટા વર્ઝન 2.23.14.17માં જોવા મળે છે, એટલે કે અત્યારે બીટા વર્ઝન યૂઝર્સને આ ઓપ્શન મળી ચૂક્યા છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રૉલઆઉટ કરશે. જોકે એક ઓપ્શન મેટાએ તેમાં ગૃપો પણ એડ કર્યા હોવા જોઈએ કારણ કે WhatsAppમાં મોટાભાગના લોકો ઓફિસ અને કૌટુંબિક ચેટિંગ માટે ગૃપ્સનો ઉપયોગ કરે છે. સંભવ છે કે કંપની આવનારા સમયમાં આ ઓપ્શન આપે.
કેટલાક લોકોને વિન્ડોઝ એપમાં આ સુવિધા મળવા લાગી -
વૉટ્સએપ વિન્ડો એપમાં કંપનીએ નવો ટેક્સ્ટ રીસાઇઝ ઓપ્શન આપ્યો છે, જેની મદદથી યૂઝર્સ એપમાં ટેક્સ્ટની સાઈઝ વધારી શકે છે. જો યૂઝર્સ ઈચ્છે તો શૉર્ટકટનો પણ ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે Ctrl અને + અથવા - નો ઉપયોગ કરવો પડશે. તમને સેટિંગની અંદર પર્સનલાઇઝેશનમાં ટેક્સ્ટને રિ-સાઇઝ કરવાનો ઓપ્શન મળશે. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત Meta કેટલાય નવા ફિચર્સ પર કામ કરી રહી છે જે આગામી દિવસોમાં યૂઝ્સને મળી શકે છે.