શોધખોળ કરો
Advertisement
વૉટ્સએપમાં આવ્યા ઓડિયો પિકર સાથે આ નવા ફિચર્સ, જાણો વિગતે
ઓડિયો પિકર એટલે કે અત્યારે તમે કોઇને ઓડિયો મોકલો છો તો તમે એકવારમાં એક ઓડિયો સાંભળીને જ મોકલી શકો છો પણ આ ફિચર આવ્યા બાદ તમે ઘણાબધા ઓડિયો એકસાથે સાંભળીને મોકલી શકશો
નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર સતત ફેરફારો કરી રહ્યું છે, જ્યાં કંપની યૂઝર્સને નવા ફિચર્સ આપી રહી છે. આ પહેલા પણ યૂઝર્સ માટે ફોરવર્ડિંગ ઇન્ફો ફિચરની સુવિધા આપવામાં આવી જેને એન્ડ્રોઇડના બીટા iOS પ્લેટફોર્મ પર રૉલઆઉટ કરવામાં આવી રહ્યું છે. હવે કંપની પોતાના યૂઝર્સને બીજા નવા ફિચર્સ આપવાની યોજના બનાવી રહી છે. આ ફિચરનું નામ છે ઓડિયો પિકર એટલે કે અત્યારે તમે કોઇને ઓડિયો મોકલો છો તો તમે એકવારમાં એક ઓડિયો સાંભળીને જ મોકલી શકો છો પણ આ ફિચર આવ્યા બાદ તમે ઘણાબધા ઓડિયો એકસાથે સાંભળીને મોકલી શકશો.
WABetaInfoની રિપોર્ટ અનુસાર, કંપની આ ફક્શનને પણ એડ કરવામાં આવી રહ્યું છે, જ્યાં તમે કોઇપણ ઓડિયોને મોકલતા પહેલા તેને રિવ્યૂ કરી શકશો. આ ફિચર હાલમાં વૉટ્સએપ બીટા એન્ડ્રોઇડ વર્ઝન 2.19.89 પર જ અવેલેબલ છે અને બધા એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.
આ ઉપરાંત વૉટ્સએપ તાજેતરમાં એક એવુ ફિચર લઇને આવ્યુ છે જ્યાં તમને કોઇપણ ગ્રુપમાં જોડાતા પહેલા તમારી પાસે પરમીશન લેવામાં આવશે. આનાથી ગ્રુપ એડમિનને કન્ટ્રૉલ કરવામાં ખુબ આસાની થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement