શોધખોળ કરો
WhatsAppમાં આવ્યું નવું પ્રાઇવસી ફિચર, મંજૂરી વગર ગ્રુપમાં કોઈ નહીં કરી શકો એડ
ગ્રુપ પ્રાઇવસી સેટિંગ વધુમાં વધુ એન્ડ્રોઇડ અને IOS યુઝર્સને આપવામાં આવી રહ્યા છે. કારણ કે યુઝર્સને તેમની મરજી વગર જ કોઈ પણ ગ્રુપમાં એડ કરવામાં આવતા હતા.

લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp એ થોડાક મહિના પહેલા ભારતીય યુઝર્સ માટે એક નવા પ્રાઇવેસી ફીચરની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ફીચર એન્ડ્રોઇડ અને IOS યુઝર્સને આપવામાં આવશે. આ પ્રાઇવસી ફીચર્સ ખાસ કરીને ગ્રુપ માટે છે. આ નવા ફીચર્સ પ્રમાણે કોઈ પણ યુઝર્સ કોઈ અન્ય યુઝર્સને તેની મંજૂરી વગર ગ્રુપમાં એડ કરી શકશએ નહીં. આ ફીચરને એક્સ્ટેન્ડ કરીને વધુ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. WABetainfoના રિપોર્ટ મુજબ કંપની આ ફીચરનું સપોર્ટ વધારી રહી છે. ગ્રુપ પ્રાઇવસી સેટિંગ વધુમાં વધુ એન્ડ્રોઇડ અને IOS યુઝર્સને આપવામાં આવી રહ્યા છે. કારણ કે યુઝર્સને તેમની મરજી વગર જ કોઈ પણ ગ્રુપમાં એડ કરવામાં આવતા હતા. આ ગ્રુપ પ્રાઈવેસી સેટિંગ્સમાં યુઝર્સને કેટલાક ઓપ્શન્સ મળશે. જેમાં Everyone, My Contacts અથવા Nobody જશે. જો યુઝર્સ Nobody સેલેક્ટ કરશે તો જો કોઈ યુઝર્સને ગ્રુપમાં એડ કરશે તો યુઝર્સ પાસે ઇન્વિટેશન રિક્વેસ્ટ જશે જેને તે એક્સેપ્ટ અને ડિક્લાઇન કરી શકે છે. જોકે અપડેટ બાદ Nobody ફીચરને રિપ્લેસ કરવામાં આવ્યું છે. તેની જગ્યાએ My contacts except નું ઓપ્શન આપવામાં આવ્યું છે. એટલે કે હવે તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ ગ્રુપમાં એડ કરી શકશે અને કોણ નહીં.
વધુ વાંચો





















