શોધખોળ કરો
Advertisement
હવે થોડાક દિવસોમાં તમારા વૉટ્સએપમાં આવી જશે આ ચાર નવા ફિચર્સ, ક્લિક કરીને જાણો કયા-કયા?
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સએપ પોતાના યૂઝરને કોઇને કોઇ નવા ફિચર્સ આપતુ રહે છે. હવે આ લિસ્ટમાં વધુ સારા ફિચર્સની એન્ટ્રી થવાની તૈયારી છે
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સએપ પોતાના યૂઝરને કોઇને કોઇ નવા ફિચર્સ આપતુ રહે છે. હવે આ લિસ્ટમાં વધુ સારા ફિચર્સની એન્ટ્રી થવાની તૈયારી છે. રિપોર્ટ છે કે, આગામી સપ્તાહોમાં કંપની પોતાના યૂઝર્સને કેટલાક ખાસ ફિચર્સ અવેલેબલ કરાવી શકે છે. આમાં સ્ટેટસ સપોર્ટથી લઇને ડાર્ક મૉડ અને એનિમેટેડ સ્ટ્રાઇકર્સ સામેલ હશે.
વૉટ્સએપમાં આવી રહ્યાં છે આ ખાસ ફિચર્સ......
એનિમેટેડ સ્ટ્રાઇકર્સ
બહુ જલ્દી યૂઝર્સસ એનિમેટેડ સ્ટ્રાઇકર્સની સાથે વાતચીત કરતા દેખાશે. યૂઝર્સ એનિમેટેડ સ્ટ્રાઇકર્સ પેકમાંથી સિલેક્ટ કરીને તેને જોવા, સેવ, સ્ટાર કરી શકશે. આને ફોરવર્ડ પણ કરી શકાશે.
ક્યૂઆર કૉડ
હવે ક્યૂઆર કૉડ આવી જશે, આની મદદથી તમે કોઇનો પણ નંબર સેવ કર્યા વિના સ્કેન કરીને એડ કરી શકશો. આનાથી સમયની બચત થશે, કેમકે તમારે નવો નંબર ટાઇપ કરવાનો સમય બચી જશે.
વેબ માટે ડાર્ક મૉડ
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના વેબ વર્ઝન માટે હવે ટુંકસમયમાં ડાર્ક મૉડની સુવિધા મળવાની છે. ડાર્ક મૉડમાં મોટી સ્ક્રીનને જોઇને મનોરંજન કરવુ આસાન થઇ જશે. જોકે પહેલાથી વૉટ્સએપ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ માટે ડાર્ક મૉડ ફિચર રિલીઝ કરી ચૂક્યુ છે, અને હવે વેબ વર્ઝન માટે ડાર્ક મૉડ ફિચર મળવા જઇ રહ્યું છે.
ગૃપ વીડિયો કૉલમાં સુધારો
આઠ લોકોને વીડિયો કૉલ પર જોડીને એપ્લિકેશનમાં તમારા મનપસંદ કૉલર ફોકસ કરવો આસાન કરી દીધો છે. આઠ લોકોના ગૃપ કે તેનાથી ઓછી સંખ્યાના ગૃપ ચેટ્સમાં વીડિયો આઇકૉન સામેલ કરવામાં આવ્યુ છે, જેનાથી તમે એક ટેપ દબાવીને આસાનીથી ગૃપ વીડિયો કૉલ સાથે જોડાઇ શકશો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion