શોધખોળ કરો
Advertisement
Mi 10 5G ફોનના લૉન્ચ પહેલા લીક થઇ પ્રી-બુકિંગની ડિટેલ, સાથે ફ્રીમાં મળશે આ ખાસ પ્રૉડક્ટ
શ્યાઓમીની ભારતીય વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, Mi 10 5G સ્માર્ટફોન 8 મેએ બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે
નવી દિલ્હીઃ ચાઇનીઝ ટેક દિગ્ગજ શ્યાઓમીએ આ વર્ષે પોતાના દમદાર Mi 10 5G સીરીઝના સ્માર્ટફોનને ફેબ્રુઆરીમાં યુરોપમાં લૉન્ચ કર્યો હતો. થોડાક દિવસો પહેલા આ સ્માર્ટફોનને ભારતમાં લૉન્ચ કરવાના ટીઝર પણ સામે આવ્યા હતા. હવે કંપનીએ જાહેરાત કરી છે કે આ ફોનને 8મી મેએ ભારતીય બજારમાં લૉન્ચ કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે આની લૉન્ચિંગ ઇવેન્ટને ઓનલાઇન આયોજિત કરવામાં આવશે.
જાગરણ ન્યૂઝની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, હવે લૉન્ચિંગ પહેલા Mi 10 5G સ્માર્ટફોનની પ્રી-બુકિંગ ડિટેલ લીક થઇ ગઇ છે. આમાં ખાસ કરીને પ્રી-બુકિંગની ડેટ અને તેની સાથે મળનારી ઓફરનો પણ ખુલાસો કરી દેવામાં આવ્યો છે.
શ્યાઓમીની ભારતીય વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, Mi 10 5G સ્માર્ટફોન 8 મેએ બપોરે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે.
લૉન્ચ બાદ આ જ દિવસે બપોરે 2 વાગે સ્માર્ટફોનની પ્રી-બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. સ્માર્ટફોનની પ્રી-બુકિંગ પર કંપની યૂઝર્સને એમઆઇ પાવરબેન્ક ફ્રીમાં આપી રહી છે. આની કિંમત 2499 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion