Google Chat : ગૂગલ ચેટના યુઝર્સ માટે Good News, જાણો કેવી રીતે કરશે કામ
આ સ્માર્ટ કંપોઝ ફીચર ગૂગલ વર્કપ્લેસના ગ્રાહકો માટે ટાઇપિંગના ઘણા કાર્યોને સરળ બનાવશે. ગૂગલે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે.
Google Chat New Feature: જો તમે પણ ગૂગલ ચેટનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ સ્માર્ટ કંપોઝ ફીચર ગૂગલ વર્કપ્લેસના ગ્રાહકો માટે ટાઇપિંગના ઘણા કાર્યોને સરળ બનાવશે. ગૂગલે તેને તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે અને તે 26 જૂનથી સુનિશ્ચિત રિલીઝ ડોમેન માટે શરૂ કરવામાં આવશે.
ગૂગલ તેની ચેટમાં નવું શું કરવા જઈ રહ્યું છે?
ગૂગલ વેબ પર તેની કોમ્યુનિકેશન સર્વિસ 'ગૂગલ ચેટ'માં સ્માર્ટ કંપોઝ ફીચર રજૂ કરી રહ્યું છે. ગૂગલે સોમવારે વર્કસ્પેસ અપડેટ્સ બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, આ મશીન-લર્નિંગ સંચાલિત સુવિધા તમે ટાઇપ કરો ત્યારે સંબંધિત શબ્દસમૂહો સૂચવે છે, પુનરાવર્તિત લખાણમાં ઘટાડો કરીને તમારો સમય બચાવે છે અને જોડણી અને વ્યાકરણની ભૂલો પણ ઘટાડે છે.
સ્માર્ટ કંપોઝ ફીચર અનેક ભાષાઓમાં હશે ઉપલબ્ધ
સ્માર્ટ કંપોઝ સુવિધા અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને ઇટાલિયનમાં ઉપલબ્ધ છે. આ સુવિધા વપરાશકર્તાઓ માટે મદદરૂપ છે કારણ કે, તે સંદેશાઓ કંપોઝ કરવાનું ઝડપી અને સરળ બનાવે છે, સમય અને મહેનત બચાવે છે. ઉપરાંત તેમાં એડમિન નિયંત્રણો નથી અને ડિફોલ્ટ રૂપે ચાલુ રહેશે.
આ વર્ષે માર્ચમાં કંપનીએ જાહેરાત કરી હતી કે, તે Google ચેટમાં સ્પેસ મેનેજર માટે નવી સુવિધાઓ રજૂ કરી રહી છે. જેમાં સભ્યો સ્પેસમાંથી સભ્યો અથવા જૂથોને ઉમેરી અથવા દૂર કરી શકે છે.
google bard પણ લાઈવ થઈ ગયું
આ અપડેટ્સ ઉપરાંત, અન્ય એક સમાચાર તમારા માટે ઉપયોગી છે કે, Google એ તેના AI ચેટબોટ બાર્ડને બધા માટે રોલઆઉટ કરી દીધું છે. બાર્ડને ઍક્સેસ કરવા માટે, તમારે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. વેબસાઈટ પર જઈને તમારે 'Try Bird'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે અને T&C વાંચ્યા બાદ તમારું કામ શરૂ કરવું પડશે. આ મોડલ ચેટ જીપીટીની જેમ પણ કામ કરે છે. તમે સર્ચ બોક્સમાં તમારી ક્વેરી લખીને કંઈપણ શોધી શકો છો.
Google Chat: ગૂગલે ચેટમાં એડ કર્યુ Red Warning ફિચર, તમારા માટે કઇ રીતે છે કામનુ, જાણો...........
ગૂગલ લોકોને સંદિગ્ધ ઇનવાઇટ્સ/લિન્ક વિશે સચેત રહેવા માટે ચેટમાં બ્રાઇટ રેડ વૉર્નિંગ બેનર એડ કરવા જઇ રહ્યું છે, જે ફિશિંગ કે માલવેયર બેઝ એટેક માટે એક કવર બની શકે છે. આ સુવિધા શરૂ કરી દેવામાં આવી છે, અને હવે થોડાક સપ્તાહમાં તે એવા યૂઝર્સ માટે Google ચેટની મોબાઇલ અને ડેસ્કટૉપ બન્ને વર્ઝન પર આવવા માટે તૈયાર છે, જેને આ નથી મળ્યુ.
જ્યારે પણ ચેટમાં સંભવિત રીતે ખતરનાક મેસેજ આવે છે, તો Google આ મેસેજની સાથે બ્રાઇટ રેડ કલરના બૉક્સમાં તે ફ્લેગ કરવાનો પ્રયાસ કરશે, - આ ઇનવાઇટ સંદિગ્ધ છે. આ કન્વર્ઝેશનમાં જ્ઞાત ફિશિંગ સાઇટોની લિન્કો છે, જે તમારો ડેટા ચોરવાનો પ્રયાસ કરી શકે છે. જેના માટે તમે કાંતો બ્લૉક કે એક્સેપ્ટ અનિવે દ્વારા રિપ્લાય આપી શકો છો.