Google Chrome: કરોડો ફોન યુઝર્સનો ડેટા ખતરામાં, સરકારે કહ્યુ- જલદી કરો આ કામ
Google Chrome Latest Update:Google Chrome નો ઉપયોગ કરતા લાખો યુઝર્સ પર એક મોટો ખતરો છે
Google Chrome Latest Update: Google Chrome નો ઉપયોગ કરતા લાખો યુઝર્સ પર એક મોટો ખતરો છે. ભારત સરકારે આ અંગે ચેતવણી જાહેર કરી છે. વાસ્તવમાં કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) એ ગૂગલ ક્રોમ વેબ બ્રાઉઝરના કેટલાક વર્ઝનમાં જોવા મળેલી સુરક્ષા ખામીઓ અંગે ચેતવણી જાહેર કરી છે. અહેવાલો અનુસાર, આ ખામીઓનો ઉપયોગ હેકર્સ દ્વારા સંભવિતપણે મનફાવે તેવા કોડને અમલમાં મૂકવા, ડિનાયલ ઑફ સર્વિસ (DOS)ની સ્થિતિને ટ્રિગર કરવા, સંવેદનશીલ માહિતી મેળવવા અને ટાર્ગેટ સિસ્ટમ પરના પ્રતિબંધોને બાયપાસ કરવા માટે થઈ શકે છે.
હેકર્સ આ નબળાઈઓનો લાભ લઈ શકે છે અને તમારી સિસ્ટમમાંથી ડેટા કાઢી શકે છે. આ ડેટામાં લૉગિન ક્રેન્ડેશિયલ અને નાણાકીય વિગતોનો સમાવેશ થાય છે. Windows અને Mac માટે 124.0.6357.78/.79 પહેલાંના Google Chrome વર્ઝન Linux માટે 124.0.6367.78 અગાઉના Google Chrome વર્ઝન પ્રભાવિત થયા છે. હેકર્સ ગમે ત્યાંથી આ નબળાઈઓનો લાભ લઈ શકે છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે.
સુરક્ષિત રહેવા માટે તરત જ કરો આ કામ
CERT-In એ Chrome યુઝર્સને ઉપલબ્ધ સુરક્ષા અપડેટ્સને તાત્કાલિક અપડેટ કરવાની સલાહ આપી છે. તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ કોઈપણ નવા સિક્યોરિટી પેચ રીલીઝ થાય ત્યારે તમારા બ્રાઉઝરને અપડેટ કરો. તમે તેને મેન્યુઅલી પણ અપડેટ કરી શકો છો.
જાણો કેવી રીતે અપડેટ કરી શકો છો
-સૌ પ્રથમ ગૂગલ ક્રોમ લોન્ચ કરો
-આ પછી ડ્રોપ-ડાઉન મેનૂને ઍક્સેસ કરવા માટે ટૉપ રાઇટ કોર્નરમાં આપેલા થ્રી વર્ટિકલ ડૉટ પર ક્લિક કરો.
-આ પછી 'હેલ્પ' ઓપ્શન પસંદ કરો.
-સબમેનુમાંથી 'About Google Chrome' પસંદ કરો
-હવે Google Chrome ઓટોમેટિક અપડેટ્સ ચેક કરશે અને જ્યારે અપડેટ ઉપલબ્ધ હોવા પર ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરશે.
-એકવાર અપડેટ સમાપ્ત થઈ જાય પછી Google Chrome ના લેટેસ્ટ વર્ઝનને યુઝ કરવા માટે રી-લોન્ચ પર ક્લિક કરો
-જો તમે તમારા ફોનમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમે પ્લે સ્ટોર પર જઈને પણ ગૂગલ ક્રોમને અપડેટ કરી શકો છો.