ગૂગલ ક્રોમ યુઝર્સ સાવધાન! , CERT-Inએ આપી ચેતવણી, કહ્યુ-તરત કરો અપડેટ
સરકારી એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગૂગલ ક્રોમ યુઝર્સ માટે હાઇ-રિસ્ક સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે

સરકારી એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગૂગલ ક્રોમ યુઝર્સ માટે હાઇ-રિસ્ક સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. વિન્ડોઝ લેપટોપ પર ક્રોમ બ્રાઉઝરના જૂના વર્ઝનમાં હાજર ખતરનાક સિક્યોરિટી બગ્સને લઈને આ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ બગનો ફાયદો ઉઠાવીને હેકર્સ યુઝર્સના ડિવાઇસ અને ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. CERT-In એ ક્રોમ યુઝર્સને તાત્કાલિક બ્રાઉઝર અપડેટ કરવા કહ્યું છે.
કયા યુઝર્સ જોખમમાં છે
CERT-In એ જણાવ્યું હતું કે આ સુરક્ષા બગ 134.0.6998.177/.178 પહેલાના Google Chrome ડેસ્કટોપ વર્ઝનના બધા વર્ઝન માટે છે. આ ખામીનો લાભ લઈને હેકર્સ ક્રોમ સેન્ડબોક્સ પ્રોટેક્શનને બાયપાસ કરી શકે છે. આનાથી મહત્વપૂર્ણ યુઝર ડેટા લીક થવાનું અથવા માલવેર હુમલાનું જોખમ વધે છે.
જોખમો શું હશે?
હેકર્સ યુઝર્સના કમ્પ્યુટર્સમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે.
ખતરનાક કોડિંગ ડિવાઇસને નુકસાન પહોંચાડી શકે છે.
ડિવાઇસમાંથી સંવેદનશીલ ડેટા સરળતાથી ચોરી શકાય છે.
CERT-Inના કહેવા પ્રમાણે, Google Chromeમાં Mojo પર ખોટા હેન્ડલને કારણે થયો છે. આ ખામીનો લાભ લઈને હેકર્સ ક્રોમની સુરક્ષાને બાયપાસ કરી શકે છે અને કમ્પ્યુટર પર માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.
રક્ષણ માટે શું કરવું?
CERT-In એ યુઝર્સને શક્ય તેટલી વહેલી તકે Google Chrome ના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરવાની સલાહ આપી છે. આ સમસ્યાને ઠીક કરવા માટે ગૂગલે એક અપડેટ બહાર પાડ્યું છે, જેને ક્રોમ યુઝર્સને તાત્કાલિક ઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવે છે.
ગૂગલ ક્રોમ કેવી રીતે અપડેટ કરવું?
સ્ટેપ- 1. સૌ પ્રથમ તમારે તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરેલું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલવું પડશે.
સ્ટેપ- 2. આ પછી તમારે બ્રાઉઝર વિન્ડોના ટોપ રાઇટ કોર્નરમાં દેખાતા 3 ડોટ મેનૂ પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ- 3. આ પછી હવે તમારે નીચે સ્ક્રોલ કરવું પડશે અને હેલ્પ મેનુ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
સ્ટેપ -4. હેલ્પ પર ક્લિક કરતાની સાથે તેની બાજુમાં વધુ મેનુ દેખાશે. હવે અહીં તમારે About Google Chrome પર ક્લિક કરવાનું રહેશે.
હવે ક્રોમ બ્રાઉઝરની સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે. આમાં ક્રોમ બ્રાઉઝર આપમેળે અપડેટ્સ માટે તપાસ કરશે. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય તો તે તેને આપમેળે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરશે. એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી તમારે તમારા બ્રાઉઝરને ફરીથી લોન્ચ કરવાની જરૂર પડશે.



















