Google Gemini Ai: સાડીમાં અને 3D ફોટો બનાવતા પહેલા કરી લો આ કામ, નહીં તો લીક થઈ શકે છે તમારું લોકેશન
Google Gemini Ai: Google Geminiનું Nano Banana ફીચર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે

Google Gemini AI Photos: Google Geminiનું Nano Banana ફીચર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ તેનો ઉપયોગ પોતાના અલગ અલગ પ્રકારના ફોટા બનાવવા માટે કરી રહ્યા છે. મોટાભાગના 3D મોડલ, રેટ્રો સાડી અને એનિમેટેડ પાત્રો ચર્ચામાં છે. જેમિનીના નેનો બનાના ફીચરનો એટલો બધો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેમિનીએ ચેટજીપીટીને હરાવીને એપલ સ્ટોર અને પ્લે સ્ટોર પર ટોચનું સ્થાન મેળવ્યું છે. જો કે, આ ટ્રેન્ડને અનુસરતા કેટલાક લોકો તેમની પ્રાઈવેસી વિશે પણ ચિંતિત છે. તેઓ જાણવા માંગે છે કે તેમના દ્વારા અપલોડ કરાયેલા ફોટા કેટલા સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રાખવા માટે કયા પગલાં લઈ શકાય છે?
ગૂગલે જણાવ્યું કે ફોટા કેટલા સુરક્ષિત છે?
ગૂગલે પોતાનો દ્રષ્ટિકોણ આપ્યો છે કે ગૂગલ જેમિનીના નેનો બનાના ફીચરનો ઉપયોગ કરીને બનાવેલા ફોટા કેટલા સુરક્ષિત છે. ગૂગલે દાવો કર્યો છે કે જેમિની પર અપલોડ કરાયેલા ફોટા સુરક્ષિત છે, તે ફક્ત યુઝર્સ દ્વારા જ શેર કરી શકાય છે. ફોટા સુરક્ષિત સર્વર પર પ્રક્રિયા કરવામાં આવે છે, તે યુઝર્સની પરવાનગી વિના કોઈપણ થર્જ પાર્ટીને આપવામાં આવતા નથી.
શું AI ટ્રેનિંગ માટે લેવામાં આવે છે તસવીરો?
આ ઉપરાંત, ગૂગલે કહ્યું હતું કે તે મંજૂરી વિના યુઝર્સના ફોટાનો AI ટ્રેનિંગ માટે ઉપયોગ કરતું નથી. જેમિનીને સુધારવા માટે યુઝર્સની સંમતિ પછી જ ફોટા લેવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે આ ટૂલ યુરોપના GDPR અને અમેરિકાના CCPA જેવા કડક ડેટા નિયમોનું પાલન કરે છે. ગૂગલ કહે છે કે ફક્ત યુઝર્સ જ પોતાનો ફોટો ગમે ત્યાં મોકલી શકે છે.
તમારે આ સાવચેતીઓ રાખવી જોઈએ
સૌ પ્રથમ તમારા વ્યક્તિગત અથવા સંવેદનશીલ ફોટા અપલોડ કરવાનું ટાળો. ફોટા શેર કરતા પહેલા મેટાડેટા સાફ કરો, એટલે કે, ફોટામાંથી લોકેશન ટેગ અને ડિવાઈસની જાણકારી દૂર કરો, જેથી અજાણતાં પણ માહિતી લીક ન થાય. લોકેશન ટેગથી જાણી શકાય છે કે તમારો ફોટો કયા સ્થાન પર બનાવવામાં આવ્યો હતો, તેથી લોકેશન લીક થવાનું જોખમ પણ રહે છે. કોઈપણ AI પ્લેટફોર્મ પર ફોટા અપલોડ કરતા પહેલા ત્યાંની પ્રાઈવેલી પોલિસી વાંચો.
તમે મેટાડેટા કેવી રીતે દૂર કરી શકો છો?
ગૂગલ ફોટોમાં મેટાડેટા દૂર કરવા માટે ફોટો ઓપન કરો, તેના પરના આઈકન પર ક્લિક કરો. તમને મેટાડેટા દેખાશે, પછી તેને Photo Exif Editor જેવી થર્ડ પાર્ટી એપ પરથી હટાવી દો. કેટલાક ડિવાઈસમાં બિલ્ટ-ઇન ઓપ્શન દેખાશે. ફોટો ઓપન કરો. Edit અથવા More પર જાઈને Remove Metadata પસંદ કરો. વિન્ડોઝમાં ફોટોના મેટાડેટાને દૂર કરવા માટે રાઈટ ક્લિક કરો, પછી Properties પર જાવ, Details ટેબ પર જાવ અને "Remove Properties and Personal Information" પર ક્લિક કરો. નવી કોપી ક્રિએટ કરો અથવા ઓરિજનલ ફાઈલમાંથી મેટાડેટા દૂર કરો.
તમે નેનો બનાના પર શું કરી શકો છો?
ગૂગલ જેમિનીના નેનો બનાના ફીચર ફોટાને એડિટ કરવાનું સરળ બનાવે છે, આ માટે તમારે ફક્ત પ્રોમ્પ્ટ દાખલ કરવો પડશે. પછી તમારો ફોટો પ્રોમ્પ્ટ અનુસાર તૈયાર થાય છે. પરંતુ ગૂગલ કહે છે કે તમારે પ્રોમ્પ્ટ ખૂબ વિગતવાર અને સચોટ રીતે આપવો પડશે. લોકો નેનો બનાના ટૂલથી પોતાના 3D મોડેલની તસવીરો બનાવી રહ્યા છે, સાડીમાં 90 ના દાયકાના ફોટા બનાવી રહ્યા છે, એનિમેટેડ પાત્રો પણ બનાવવામાં આવી રહ્યા છે.





















