શોધખોળ કરો

બંધ થઇ Googleની આ સર્વિસ, 50 કરોડથી વધુ યુઝર્સ પર થશે અસર, જાણો કારણ?

Google: ગૂગલે તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે.

Google: ગૂગલે તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં Google Plus, Nexus  અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગૂગલ પોડકાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને પ્લે સ્ટોર પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.

આ એપ અમેરિકામાં 2 એપ્રિલથી ઉપલબ્ધ થશે નહીં. કંપની આ પગલા દ્વારા મોટો નિર્ણય લઈ રહી છે. આ બ્રાંડ આ પ્લેટફોર્મને બંધ કરીને YouTube Musicને પ્રમોટ કરવા માંગે છે.

Google નોટિફિકેશન મોકલી રહ્યું છે

કંપનીએ ગયા વર્ષે એક બ્લોગપોસ્ટ દ્વારા આ વિશે માહિતી આપી હતી. અમેરિકા બાદ કંપની અન્ય પ્રદેશોમાં પણ તેને બંધ કરશે. Google Podcasts આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રદેશોમાં બંધ થઈ જશે. ગૂગલ છેલ્લા કેટલાક દિવસોથી ઇન-એપ નોટિફિકેશન દ્વારા યુઝર્સને આ અંગે માહિતી આપી રહ્યું છે.

હવે કંપનીએ એપના હોમ પેજ પર વોનિંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ યુઝર્સને તેમના ડેટાને યુટ્યુબ મ્યુઝિક અથવા તેમની પસંદગીની કોઈપણ અન્ય પોડકાસ્ટ સેવા સાથે મર્જ કરવા માટે કહી રહ્યું છે. ધ્યાનમાં રાખો કે આ એપ્લિકેશન હજી પણ Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. જો કે, યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

કંપની યુઝર્સને જુલાઈ 2024 સુધીમાં તેમનો ડેટા માઈગ્રેટ કરવાનો વિકલ્પ આપી રહી છે. યુઝર્સ તેમના ડેટાને કોઈપણ અન્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી શકે છે. આ વિશે માહિતી આપતાં ગૂગલે કહ્યું હતું કે, 'વર્ષ 2024માં આગળ વધીને અમે યુટ્યુબ મ્યુઝિક પર પોડકાસ્ટમાં રોકાણ વધારીશું. આ યુઝર્સ અને પોડકાસ્ટર બંનેને વધુ સારો અનુભવ પ્રદાન કરશે.

સબસ્ક્રિપ્શન કેવી રીતે ટ્રાન્સફર કરવું?

યુઝર્સ તેમના સબસ્ક્રિપ્શનને સરળતાથી YouTube Music પર ટ્રાન્સફર કરી શકે છે. આ માટે તેઓએ પહેલા Google Podcasts એપ ઓપન કરવી પડશે. આ પછી તમારે હોમ ટેપ પર જવું પડશે. અહીં તમને Google Podcasts એપ બંધ થવાનું નોટિફિકેશ મળશે.

જ્યાં તમને એક્સપોર્ટ સબસ્ક્રિપ્શનનો વિકલ્પ આપવામાં આવશે. આ પછી તમારે Export to YouTube Music પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે YouTube Music વિકલ્પ પર પહોંચી જશો. તમારે તમારું જીમેલ એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે, ત્યારબાદ તમારું સબસ્ક્રિપ્શન એડ થઈ જશે. આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે

ટોપ સ્ટોરી

એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget