શોધખોળ કરો

Google: હવે ચોર તમારો ફોન નહીં ચોરી શકે, Googleના આ AI ફિચરથી ફોન આ રીતે થઇ જશે સેફ, જાણો

Google Theft Detection Feature: દુનિયાભરમાં ટેકનોલૉજીમાં સતત વધારો થઇ રહ્યો છે, મોટી મોટી ટેક દિગ્ગજો પોતાના યૂઝર્સને નવી નવી ટેકનોલૉજી પ્રૉવાઇડ કરાવી રહ્યાં છે

Google Theft Detection Feature: દુનિયાભરમાં ટેકનોલૉજીમાં સતત વધારો થઇ રહ્યો છે, મોટી મોટી ટેક દિગ્ગજો પોતાના યૂઝર્સને નવી નવી ટેકનોલૉજી પ્રૉવાઇડ કરાવી રહ્યાં છે. હવે ગૂગલ દ્વારા એક એવી ટેક્નોલોજી રિલીઝ કરવામાં આવી છે, જે ચોરોને માટે કાળ સાબિત થશે. કંપનીએ મોબાઇલ યૂઝર્સ માટે એક નવું OS અપડેટ રિલીઝ કર્યું છે, જેનુ નામ - Android 15 છે, જેને થેફ્ટ ડિટેક્શન ફિચર નામ આપવામાં આવ્યું છે. આ ફિચર વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં તેને એન્ડ્રોઇડ 10 અને તેના પછીના તમામ OS વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેના બ્લૉગ પૉસ્ટમાં માહિતી આપતા ગૂગલે કહ્યું કે જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો AI આ એન્ડ્રોઈડ ડિવાઈસની આખી કુંડળી સ્કેન કરશે. ચોરોને તમારો ફોન અને તેનો ડેટા ચોરતા અટકાવવા માટે આ તમારા Android ઉપકરણને ઓટોમેટિક લૉક કરી દેશે. બીજી મોટી વાત એ છે કે ફોનમાં ફાઈન્ડ માય ડિવાઈસ ટૂલને બંધ કરી શકાશે નહીં અને આ માટે પિન અથવા ફિંગરપ્રિન્ટની જરૂર પડશે.

કઇ રીતે કામ કરે છે આ ટેકનોલૉજી ? 
આ લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 બીટા વર્ઝન ફોનને ચોરી કે લૉસથી બચાવશે. આ એડિશન Google AI નો ઉપયોગ કરી રહ્યું છે, જેમાં ફોન ચોરાઈ જાય તો સેન્સર એક્ટિવ થઈ જશે. એકવાર સેન્સર એક્ટિવ થઈ જાય, તે તમારા ફોનને લૉક કરશે. આ સાથે જ ફોનમાં રહેલા જાયરૉસ્કૉપ અને એક્સીલેરૉમીટર જેવા સેન્સર તમારા ફોનની પેટર્નને ટ્રેક કરશે. જો કોઈ ચોર અથવા અન્ય કોઈ તમારા ફોનનો ઉપયોગ કરે છે, તો તેના ફોનના ઉપયોગની પેટર્ન બદલાઈ જશે અને તમારો ફોન લૉક થઈ જશે.

પુરેપુરો સેફ રહેવાનો છે હવે ડેટા 
ગૂગલે તેની વાર્ષિક ડેવલપર કૉન્ફરન્સ (Google I/O 2024)માં Theft Detection Lock ફિચર વિશે જાહેરાત કરી છે. આ સાથે ગૂગલ એક નવો પ્રાઈવેટ સ્પેસ વિકલ્પ પણ ઉમેરવા જઈ રહ્યું છે, જ્યાં બેંકિંગ એપ્સ જેવી સંવેદનશીલ એપ્સ સ્ટોર કરી શકાય છે. તે એપ્સ અથવા ડેટાને ઍક્સેસ કરવા માટે બીજા PIN અથવા તમારા બાયૉમેટ્રિક્સ, જેમ કે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરે છે, આમ તમારો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Rajkot News: ફૂડ ડિલિવરી કંપની zomato ફરી આવી વિવાદમાં, વેજના બદલે નોન વેજ ફૂડ ડિલિવર કરાયાનો આરોપ

રાહુલ દ્રવિડે જ્યાં જોયો કરિયરનો સૌથી ખરાબ દિવસ ત્યાં જ વર્લ્ડકપ વિજેતા બનાવીને લીધી વિદાય

Embed widget