શોધખોળ કરો

Google: હવે મફત નહી રહે Google, સર્ચ કરવા માટે આપવા પડશે રૂપિયા, રિપોર્ટમાં શું કરાયો દાવો

Google:ગૂગલ લાંબા સમયથી તેની સેવાઓ મફતમાં આપી રહ્યું છે, પરંતુ હવે પ્રીમિયમનો સમય આવી ગયો છે

Google: ગૂગલ લાંબા સમયથી તેની સેવાઓ મફતમાં આપી રહ્યું છે, પરંતુ હવે પ્રીમિયમનો સમય આવી ગયો છે. ગૂગલ હવે યુઝર્સને સર્ચ માટે ચાર્જ કરશે. એક રિપોર્ટ અનુસાર, ગૂગલ તેની જનરેટિવ સર્ચ એટલે કે સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (SGE) પેઇડ કરવા જઈ રહ્યું છે, જેના પછી યુઝર્સને AI પરિણામો માટે પૈસા ચૂકવવા પડશે.

એક રિપોર્ટ અનુસાર, Google તેના AI સર્ચ ટૂલ માટે પૈસા લેવાનું વિચારી રહ્યું છે, જો કે આ મુદ્દે હજુ સુધી Google તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ઘણી AI કંપનીઓ તેમના AI ટૂલ્સ માટે પૈસા લઈ રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે કંપનીઓ AI ટૂલ્સ વિકસાવવામાં ભારે ખર્ચ કરી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલની સામાન્ય સર્ચ હંમેશા માટે ફ્રી રહેશે, પરંતુ જો તમે જનરેટિવ AI સર્ચનો ઉપયોગ કરશો તો તમારે પૈસા ચૂકવવા પડશે. નોંધનીય છે કે જ્યારે પણ તમે Google એપ ખોલો છો, ત્યારે તમને ખૂણામાં રેડ ડોટની સાથે એક જાર જોવા મળશે. તે જનરેટિવ AI સર્ચ છે.

ગૂગલે કહ્યું છે કે તેઓ એડ ફ્રી સર્ચ ટૂલ પર કામ કરી રહ્યા છે, જેથી યુઝર્સને પ્રીમિયમ સેવાઓ પૂરી પાડી શકાય. ગૂગલે ગયા વર્ષે ઓગસ્ટમાં AI SGE લોન્ચ કર્યું હતું, જે હાલમાં યુઝર્સની પસંદગી પર ઉપલબ્ધ છે. તેને ઓન કર્યા બાદ યુઝર્સને ખૂબ જ સચોટ પરિણામો મળશે.

ગૂગલે તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં Google Plus, Nexus  અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગૂગલ પોડકાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને પ્લે સ્ટોર પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.

આ એપ અમેરિકામાં 2 એપ્રિલથી ઉપલબ્ધ થશે નહીં. કંપની આ પગલા દ્વારા મોટો નિર્ણય લઈ રહી છે. આ બ્રાંડ આ પ્લેટફોર્મને બંધ કરીને YouTube Musicને પ્રમોટ કરવા માંગે છે.

Google નોટિફિકેશન મોકલી રહ્યું છે

કંપનીએ ગયા વર્ષે એક બ્લોગપોસ્ટ દ્વારા આ વિશે માહિતી આપી હતી. અમેરિકા બાદ કંપની અન્ય પ્રદેશોમાં પણ તેને બંધ કરશે. Google Podcasts આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રદેશોમાં બંધ થઈ જશે. ગૂગલ છેલ્લા કેટલાક દિવસોથી ઇન-એપ નોટિફિકેશન દ્વારા યુઝર્સને આ અંગે માહિતી આપી રહ્યું છે.

હવે કંપનીએ એપના હોમ પેજ પર વોનિંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ યુઝર્સને તેમના ડેટાને યુટ્યુબ મ્યુઝિક અથવા તેમની પસંદગીની કોઈપણ અન્ય પોડકાસ્ટ સેવા સાથે મર્જ કરવા માટે કહી રહ્યું છે. ધ્યાનમાં રાખો કે આ એપ્લિકેશન હજી પણ Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. જો કે, યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

ટોપ સ્ટોરી

Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
Samsung Diwali Offer: Galaxy S26 Ultra પર ₹94,000 સુધીની ભારે છૂટ, જાણો ઓફરની વિગત
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
OnePlus Turbo 6Vs Launch: ગેમિંગ અને લાંબી બેટરી બેકઅપ પર OnePlusનો દાવ, Turbo 6V લૉન્ચ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
કોર્ટ, સ્કૂલ, એરપોર્ટ બાદ હવે રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી! સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ સ્ક્વોડની તપાસ
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
8th pay commission: રિપોર્ટ સોંપ્યા બાદ સરકાર લઈ શકે છે પાંચ મોટા નિર્ણય, જાણો વિગતે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
ભારત-ન્યૂઝીલેન્ડ મેચનો સમય બદલાયો, જાણો કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ વનડે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર, નશામાં કાર ચાલકે ચાર લોકોને કચડ્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
સોફ્ટવેર બનાવનારી કંપનીમાં મોટી છંટણી, 10 ટકા કર્મચારીઓને કાઢી મુક્યા
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
હાર્દિક પંડ્યાનું પંજાબ કિંગ્સમાં જવાનું કન્ફર્મ! MI તરફથી રમશે અર્શદીપ; ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર
Embed widget