શોધખોળ કરો

Googleએ આ 2 એપ્સને ગણાવી જોખમકારક, સેમસંગના ફોન યૂઝ કરતાં હોય તો કરી લો આ કામ, નહીં તો....

ગૂગલ પ્લે પ્રૉટેક્ટે સેમસંગ મેસેજ અને વૉલેટ એપ્સની સમસ્યાઓ માટે સર્વરની ફેલિયૉરને જવાબદાર ગણાવી હતી

Google Updates With Apps: આજકાલ સ્માર્ટફોનમાં કેટલીય એપ્સ પ્રી ઇન્સ્ટૉલ્ડ હોય છે અને કેટલીક એપ્સ યૂઝર્સ પોતાની જાતે ઇન્સ્ટૉલ કરે છે, આમાંથી કેટલીક એપ્સ તમારા માટે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. ગૂગલ પ્લે પ્રૉટેક્ટ એ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કંપની દ્વારા આપવામાં આવેલ સુરક્ષા ફિચર છે. આની મદદથી ગૂગલ પ્લે સ્ટૉર પર હાનિકારક અને જોમખકારક એપ્સને ચેક કરે છે. તાજેતરમાં જ ગૂગલ પ્લે પ્રૉટેક્ટે સેમસંગ યૂઝર્સને બે એપ વિશે ચેતવણી આપતાં કહ્યું હતું કે મેસેજીસ અને વૉલેટ એપ્સ તમારા મોબાઈલ ફોનમાંથી ડેટા ચોરી રહી છે. 

9to5Google ના અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનના કેટલાક યૂઝર્સને Google ની સુરક્ષા સર્વિસ Google Play Protect તરફથી ચેતવણીઓ મળવાનું શરૂ થયું હતું કે Samsung Messages અને Wallet એપ્સ સંભવિત રીતે હાનિકારક છે અને આ એપ્સ વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે, જેમ કે SMS. મેસેજ, ફોટા, ઓડિયો રેકોર્ડિંગ અથવા કૉલ હિસ્ટ્રી પર જાસૂસી કરવાનો પ્રયાસ કરે છે.

સર્વર ફેલિયૉરને ગણાવ્યુ કારણ 
ગૂગલ પ્લે પ્રૉટેક્ટે સેમસંગ મેસેજ અને વૉલેટ એપ્સની સમસ્યાઓ માટે સર્વરની ફેલિયૉરને જવાબદાર ગણાવી હતી. જો કે હવે ગૂગલે હવે આ સમસ્યાને ઠીક કરી દીધી છે અને કૉરિયન કંપની સેમસંગે પણ પુષ્ટિ કરી છે કે સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અને યૂઝર્સ કોઈપણ ચિંતા વિના સામાન્ય રીતે એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ બંને એપ્લીકેશન સેમસંગની પોતાની એપ્સ છે અને કંપની ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને ડિઝાઇન કરે છે.

હજુ પણ દેખાય છે વૉર્નિંગ તો આ કામ કરો...... 
જો તમને હજુ પણ આ બે એપ્સને લઈને Google Play Protect તરફથી ચેતવણીઓ મળી રહી છે, તો એકવાર પ્લે સ્ટૉરને રીસેટ કરો અને એપની કેશ પણ કાઢી નાખો.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર Google Play Protect ને ક્યારેય અક્ષમ કરશો નહીં કારણ કે તે તમને સમય સમય પર હાનિકારક એપ્સ વિશે માહિતી આપતું રહે છે. જો કોઈપણ એપ તમારી પ્રાઈવસી માટે સારી નથી તો કંપની તમને તેને દૂર કરવા કહે છે. જો તમે તેને અક્ષમ કરો છો, તો તમારી ગોપનીયતા જોખમમાં આવી શકે છે. આ ઉપરાંત સમય સમય પર Google Play Protect ને એપ્સ સ્કેન કરવાની સૂચના આપતા રહો જેથી કરીને તમને અપડેટ માહિતી મળતી રહેશે.

ટોપ સ્ટોરી

સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
સેમસંગ ગેલેક્સી A08 ભારતમાં લોન્ચ: 6,000mAh બેટરી અને 6 વર્ષના મોટા અપડેટ સાથે ધમાકો
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
Jio, Airtel અને Vi યુઝર્સ માટે મોટા સમાચાર: TRAI એ 30 દિવસનો સમય આપ્યો!
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget