WhatsAppમાં હમણાં જ આવ્યુ 'કૉલ લિન્ક'નું આ ખાસ ફિચર, જાણી લો શું કરી શકશો આનાથી તમે......
WABetaInfoaના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે iOSની સાથે સાથે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ કૉલમાં સામેલ થવા માટે લિન્ક બનાવવાનુ ફિચર રિલીઝ કર્યુ છે.
WhatsApp launched Call Links Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે એક નવુ ફિચર લૉન્ચ કરી દીધી છે, આ ફિચર પહેલા આઇઓએસ યૂઝર્સ માટે અવેલેબલ હતુ, જેને હવે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. આ ફિચરની ખાસિયત એ છે કે આની મદદથી Google Meetની જેમ ગૃપ ચેટ લિન્ક કે વીડિયો ચેટ લિન્ક બનાવી શકાય છે. આ ફિચર આઇઓએસમાં "કૉલ લિન્ક્સ" ફિચરના નામથી અવેલેબલ છે. આની મદદથી લોકોને કૉલમાં સામેલ થવા માટે ઇનવાઇટ કરી શકાય છે.
WABetaInfoaના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપે iOSની સાથે સાથે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ કૉલમાં સામેલ થવા માટે લિન્ક બનાવવાનુ ફિચર રિલીઝ કર્યુ છે. આ પહેલા મેટાના સ્વામિત્વ વાળા વૉટ્સએપે કેટલાક એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે અપડેટ રિલીઝ કર્યુ હતુ. જોકે, હવે આ ફિચર તમામ માટે રૉલઆઉટ કરી દેવામાં આવ્યુ છે. હવે આ "કૉલ લિન્ક્સ" ફિચર Android અને iOS બન્ને પ્રકારના યૂઝર્સ માટે અવેલેબલ છે. આ પહેલા કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક માટે પણ આ જ રીતે અપડેટની જાહેરાત કરી હતી.
પુરેપુરી રીતે સિક્યૉર છે વીડિયો કૉલિંગ -
વેબસાઇટે એક ફિચરનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. જ્યારે તમે કોઇ કૉલ માટે એક લિન્ક બનાવો છો, તો તમે કૉલના પ્રકાર (અવાજ કે વીડિયો) પણ સાંભળી શકો છો, અને જ્યારથી બેથી વધુ લોકો કૉલમાં સામેલ થઇ જાય છે, તો કૉલ ઓટોમેટિકલી એક ગૃપ કૉલમાં ફેરવાઇ જાય છે, આ ઉપરાંત કૉલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી કૉલ લિન્ક હજુ પણ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન છે. એટલા માટે જે લોકો કૉલમાં સામેલ નથી થયા તે આના અવાજને નથી સાંભળી શકતા.
વૉટ્સએપનુ આ નવુ ફિચર કૉલ ટેબમાં સૌથી ઉપરની બાજુએ જોઇ શકાય છે. જો યૂઝર્સને "ક્રિએટ કૉલ લિન્ક" નામનુ નવુ ઓપ્શન દેખાઇ રહ્યુ છે, તો આનો અર્થ છે કે આ સુવિધા તેમના વૉટ્સએપ એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. ખાસ કરીને યૂઝર્સના ફોન નંબર લિન્કમાં દેખાશે, જ્યારે તે લોકોને કૉલમાં સામેલ કરવા માટે આમંત્રિત કરશો. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પણ કંપની બીજા ઘણાબધા કામના ફિચર્સ પર ટેસ્ટિંગ કરી રહી છે, તે હવે ટુંક સમયમાં રૉલઆઉટ કરી દેવામાં આવશે.