Tips: Oximeterને આમ કરો સાચી રીતે યૂઝ, અહીં જાણો આસાન રીત
પલ્સ ઓક્સિમીટર ડિવાઇસથી દર્દીનુ ઓક્સિજન લેવલ વધુ છે કે ઓછુ તે જાણી શકાય છે. લોકો આ ડિવાઇસને ઓનલાઇન ખુબ ખરીદી રહ્યાં છે, પરંતુ તેના યોગ્ય અને સાચી રીતેના વપરાશને જાણતા નથી હોતા. ઘણીવાર ખોટા રીડિંગના કારણ ઉતાવણમાં કોઇપણ ફેંસલો લઇ લે છે, અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની શરૂઆત બાદથી જ કેટલીક વસ્તુઓ જિંદગીનો ભાગ બનીને રહી ગઇ છે. જેમાં માસ્ક, હેન્ડ સેનિટાઇઝર મુખ્ય રીતે સામેલ છે. પરંતુ હવે કોરોનાની બીજી લહેરના આવ્યા બાદ દર્દીઓની સાથે સાથે સામાન્ય માણસો પણ પોતાની પાસે પલ્સ ઓક્સિમીટર રાખતા થઇ ગયા છે. પલ્સ ઓક્સિમીટર ડિવાઇસથી દર્દીનુ ઓક્સિજન લેવલ વધુ છે કે ઓછુ તે જાણી શકાય છે. લોકો આ ડિવાઇસને ઓનલાઇન ખુબ ખરીદી રહ્યાં છે, પરંતુ તેના યોગ્ય અને સાચી રીતેના વપરાશને જાણતા નથી હોતા. ઘણીવાર ખોટા રીડિંગના કારણ ઉતાવણમાં કોઇપણ ફેંસલો લઇ લે છે, અને મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ પલ્સ ઓક્સિમીટરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની સાચી રીત.....
આ રીતે કરો યોગ્ય ઉપયોગ....
જ્યારે તમારે પોતાનુ બ્લડ-ઓક્સિજન લેવલ માપવુ હોય તો તેને લગભગ 15 મિનીટ પહેલા સુધી કોઇ કામ ના કરો.
હવે આરામથી સુઇ જાઓ, અને ઉંડો શ્વાસ લો જેથી આનાથી યોગ્ય રિઝલ્ટ મળી શકે.
હવે ઓક્સિમીટરને પોતાના કોઇપણ હાથની આંગળીમાં લગાવો, અને હાથને બિલકુલ ના હલાવો.
ઓક્સિમીટરના રીડિંગને ત્યાં સુધી સાચુ ના માનો જ્યાં સુધી આનુ ફાઇનલ રિઝલ્ય ના આવે.
જો તમને લાગી રહ્યું છે કે તમારુ ઓક્સિજન લેવલ ઓછુ થઇ રહ્યું છે તો ડૉક્ટરની સલાહ લઇ શકો છે.