શોધખોળ કરો

Whatsapp: આઇફોનનો જૂનો ફોન યુઝ કરો છો તો હવે આ મોબાઇલમાં નહિ ચાલે WhatsApp, જાણો ડિટેલ

Whatsapp: જો તમે જૂનો સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો તો હવે સાવધાન રહો. 1 જૂન, 2025 થી કેટલાક જૂના iPhone અને Android ડિવાઇસ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

Whatsapp: જો તમે જૂનો સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો તો હવે સાવધાન રહો. 1 જૂન, 2025 થી કેટલાક જૂના iPhone અને Android ડિવાઇસ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. પહેલા આ ફેરફાર મે મહિનામાં લાગુ થવાનો હતો, પરંતુ થોડા સમયના વિલંબ પછી, હવે કંપનીએ તેને જૂનથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

 WhatsApp કેમ બંધ થઈ રહ્યું છે?

આ ફેરફાર મેટા દ્વારા કરવામાં આવતા નિયમિત અપડેટ્સનો એક ભાગ છે. WhatsApp હવે તેની એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે ન્યૂનતમ સોફ્ટવેર વર્જનની મર્યાદા વધારી રહ્યું છે. તેનો હેતુ યુઝર્સને વધુ સારી સુરક્ષા અને નવી સુવિધાઓ પ્રદાન કરવાનો છે. હવેથી, iOS 15 કે તેથી વધુ જૂના વર્જન પર ચાલતા iPhones અને Android 5.0 કે તેથી વધુ જૂના વર્જન ચાલતા Android ઉપકરણમાં  WhatsApp ને સપોર્ટ કરી શકશે નહીં.

ક્યાં કયાં ફોન થશે પ્રભાવિત

કયા ફોન પર અસર થશે?

અહીં એવા ઉપકરણોની યાદી છે જે હવે WhatsApp દ્વારા સપોર્ટેડ રહેશે નહીં.

iPhone મોડેલો:

  • iPhone 5s
  • iPhone 6
  • iPhone 6 Plus
  • iPhone 6s
  • iPhone 6s Plus
  • iPhone SE (પહેલી પેઢી)
  • Samsung Galaxy S4
  • Samsung Galaxy Note 3
  • Sony Xperia Z1
  • LG G2
  • Huawei Ascend P6
  • Moto G (1st Gen)
  • Motorola Razr HD
  • Moto E 2014

આ બધા ડિવાઇસ ખૂબ જૂના થઈ ગયા છે અને હવે તેમને નવા અપડેટ્સ મળી રહ્યા નથી, જેના કારણે WhatsApp ની નવી સુરક્ષા અને સુવિધાઓ તેમના પર કામ કરી શકશે નહીં.

જાણો કે તમારો ફોન પ્રભાવિત થયો છે કે નહીં

જો તમારો ફોન હજુ પણ iOS 15.1 અથવા Android 5.1 કે તેથી ઉપરનો વર્ઝન પર છે, તો ખાતરી રાખો કે તમારું ડિવાઇસ WhatsApp ને સપોર્ટ કરતું રહેશે. પરંતુ જો તમારું ડિવાઇસ ઉપર આપેલી યાદીમાં છે અથવા જૂના વર્ઝન પર ચાલી રહ્યું છે, તો સમયસર નવો ફોન લેવાની સલાહ આપવામાં આવે છે.

બેકઅપ મહત્વપૂર્ણ

WhatsApp એ સલાહ આપી છે કે જો તમે જૂનો ફોન વાપરી રહ્યા છો અને નવું ડિવાઇસ લેવાનું વિચારી રહ્યા છો, તો સૌ પ્રથમ તમારી ચેટ્સનો બેકઅપ લો. આ માટે, WhatsApp ખોલો, સેટિંગ્સ > ચેટ્સ > ચેટ બેકઅપ પર જાઓ, Google એકાઉન્ટમાંથી બેકઅપ લો. આમ કરવાથી, તમારી બધી વાતચીત એક ક્લિકમાં નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જશે.

સુરક્ષા એક મોટું કારણ બની

મેટાના મતે, આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. જૂના ડિવાઇસને હવે સોફ્ટવેર અપડેટ્સ મળતા નથી, જેના કારણે તેમાં હેકિંગ અને ડેટા ચોરી થવાનું જોખમ વધી ગયું છે. એટલા માટે WhatsApp ઇચ્છે છે કે યુઝર્સ નવા અને સુરક્ષિત ડિવાઇસ પર શિફ્ટ થાય. તાજેતરમાં WhatsApp એ ચેટ લોક, કન્ટેન્ટ કોપી પ્રિવેન્શન ફીચર અને મેસેજ ઓટો-ડિલીટ માટે વધુ સારી સેટિંગ્સ જેવી ઘણી નવી સુવિધાઓ લોન્ચ કરી છે. આ સુવિધાઓ ફક્ત નવા ઓપરેટિંગ સિસ્ટમ અને ન્યુ ડિવાઇસ  પર જ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget