ઇન્સ્ટાગ્રામના યૂઝને વધુ સરળ બનાવવા કંપનીએ રિલીઝ કર્યુ આ ખાસ ફિચર્સ, જાણો યૂઝર્સને શું થશે ફાયદો
ઇન્સ્ટાગ્રામે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે એક નવુ ક્વિક શેર ફિચ રૉલઆઉટ કર્યુ છે આ ફિચર તમને તે યૂઝર્સની સાથે કોઇપણ ફોટો, વીડિયો કે રીલને ક્વિક શેર કરવાની અનુમતિ આપે છે,
નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે એક નવુ ક્વિક શેર ફિચ રૉલઆઉટ કર્યુ છે આ ફિચર તમને તે યૂઝર્સની સાથે કોઇપણ ફોટો, વીડિયો કે રીલને ક્વિક શેર કરવાની અનુમતિ આપે છે, જેની સાથે તમે હંમેશા વાતચીત કરો છો. જોકે ફેસબુકના સ્વામિત્વ વાળા પ્લેટફોર્મે અધિકારીક રીતે આ ફિચરની ઉપલબ્ધતાની જાહેરાત નથી કરી, પરંતુ આ પહેલાથી જ કેટલાય યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. ફિચરને સેન્ડ કી માં ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યુ છે જેને દરેક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની નીચે જોઇ શકાય છે.
અહીં એ ધ્યાન આપવા જેવુ છે કે આ ફિચર માત્ર તે ટૉપ ચાર યૂઝર્સને જ બતાવે છે જેની સાથે તમે સૌથી વધુ વાતચીત કરો છો. અત્યાર સુધી યૂઝર્સ માત્ર ડીએમ ડીએમ બતાવનારા લાંબા લિસ્ટના માધ્યમથી અન્ય યૂઝર્સને એક પૉસ્ટ શેર કરવામાં સક્ષમ હતા. આ નવા ઇન્સ્ટાગ્રામ શેર ફિચરનો ઉપયોગ કઇ રીત કરવો. આ જાણવા માટે તમારે નીચે આપેલા સ્ટેપનુ પાલન કરવુ પડશે.
સૌથી પહેલા તમારા એન્ડ્રોઇડ કે આઇઓએસ ડિવાઇસમાં ઇન્સ્ટાગ્રામ ઓપન કરો.
નીચે સ્ક્રૉલ કરો કે તે પૉસ્ટને ઓપન કરો, જેને તમે ડીએમમાં પોતાના દોસ્તોની સાથે શેર કરવા માંગો છો.
હવે ટેપ કરો અને હૉલ્ડ કરો ત્યારબાદ સેન્ડનો ઓપ્શન આવવા પર સેન્ડ કરી દો.
જો તમને નવુ ફિચર પ્રાપ્ત થયુ છે તો તમે તે કૉન્ટેક્ટ્સના પ્રૉફાઇલ ફોટોની સાથે એક નવુ પૉપ અપ જોઇ શકશો. જેની સાથે તમે સૌથી ઇન્ટરેક્ટ છો
જે યૂઝરની સાથે તમે પૉસ્ટ શેર કરવા માંગો છો, તેની ડિસ્પ્લે ફોટો પર પોતાની આંગળી સ્લાઇડ કરો અને પોતાની આંગળી છોડી દો.
આ પણ વાંચો......
Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત
IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના