Instagram Policy Update: ઈન્સ્ટાગ્રામ લાવી રહ્યું છે નવી સેફ્ટી પોલિસી, એડલ્ટ યૂઝર્સ માઈનર્સને નહીં કરી શકે મેસેજ
ઈન્સ્ટાગ્રામ કેટલીક નવી સેફ્ટી પોલિસી લાવી રહ્યું છે. નવી પોલિસી અનુસાર ઈન્સ્ટાગ્રામ એક એડલ્ટ અને માઈનર ( 18 વર્ષથી ઓછી ઉંમર) જો તેઓ બન્ને એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો નહીં કરતા હોય તો તેની વચ્ચે યૂઝર્સ ઈન્ટરેક્શનની સીમાને નિર્ધારિત કરશે.
નવી દિલ્હી: ઈન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સની પ્રાઈવસી માટે સતત નવા ફિચર એડ કરતું રહે છે. ઈન્સ્ટાગ્રામ હંમેશા એ વાત પર ધ્યાન રાખે છે કે નવી અને યંગ જનરેશન કેટલી એક્ટિવ છે અને તેમાં કેટલા ઈન્સ્ટાગ્રામ પર છે. હાલમાં કંપની યંગ યૂઝર્સની પ્રાઈવસી પર પોતાનું ધ્યાન ફોક્સ કરતા નવી પોલિસી લાવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ હંમેશા પ્લેટફોર્મ પર પોતાના યૂઝર્સની પ્રાઈવસીને લઈને ગંભીર રહ્યું છે.
ઈન્સ્ટાગ્રામની નવી સેફ્ટી પોલિસી
ઈન્સ્ટાગ્રામ કેટલીક નવી સેફ્ટી પોલિસી લાવી રહ્યું છે. નવી પોલિસી અનુસાર ઈન્સ્ટાગ્રામ એક એડલ્ટ અને માઈનર ( 18 વર્ષથી ઓછી ઉંમર) જો તેઓ બન્ને એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો નહીં કરતા હોય તો તેની વચ્ચે યૂઝર્સ ઈન્ટરેક્શનની સીમાને નિર્ધારિત કરશે. સોશિયલ મીડિયા કંપની એડલ્ટને યંગ બાળકોને આ એપ્લીકેશન પર મેસેજ કરવા પર પ્રતિબંધ લગાવશે. તેની સાથે જ એપ પર યુવા બાળકોને કેટલીક ગાઈડેન્સ લિસ્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેની સાથે જ નવી પોલિસી યંગ યૂઝર્સને એડલ્ટ વ્યક્તિનો રિપોર્ટ કરવા અને બ્લોક કરવાની અનુમિત પણ આપશે. યંગ યૂઝર્સ એ સુનિશ્ચિત કરી શકશે કે એવા મેસેજનો રિપ્લાઈ કરવું જરુરી છે કે નહીં અને તેને તેનાથી ડરવાની પણ જરૂરત નથી. નવી પોલિસી યંગ યૂઝર્સને એ પણ યાદ અપાવશે કે, પોતાના ફોટા, વીડિયો અથવા પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન એવા કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન શેર નથી કરવાની જેને તે નથી જાણતા.
આ સિવાય ઈન્સ્ટાગ્રામ મોડરેશન સિસ્ટમ યૂઝર્સના સંદિગ્ઝ વ્યવહારને પણ નોટિસ કરશે અને તેને નોટિફાઈ કરશે કે, શું તેને લાગે છે કે, તેનો વ્યવહાર કંપનીની શરતો અનુસાર ધ્યાન આપવા યોગ્ય છે અને અનુચિત છે. જો કે, ઈન્સ્ટાગ્રામે મોડરેશન સિસ્ટમના કામો વિશે કોઈ જાણકારી નથી આપી અને સાથે એ પણ નથી જણાવ્યું કે, સંદિગ્ધ વ્યવહારોની ઓળખ કઈ રીતે કરશે. એવું અનુમાન લગાવી શકાય છે કે, તે એક એવી ટેલી રાખશે, જેના પર યૂઝર્સ પ્લેટફોર્મ પર માઈનરને સૌથી વધુ ફોલો રિક્વેસ્ટ મોકલી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે, આ મહીને કેટલાક દેશોમાં આ સુવિધા લાઈવ થઈ જશે.