શોધખોળ કરો
Advertisement
ભારતમાં iPhone 12 સીરીઝની કિંમતનો ખુલાસો, જાણો શું છે કિંમત
કંપનીએ iPhone 12 સીરીઝના ચારેય ફોનની કિંમત અંગે ભારતમાં જાહેરાત કરી દીધી છે.
iPhone 12 સીરીઝ લોન્ચ થયા બાદ ભારતમાં આઈફોનના ગ્રાહકો રાહ જોઈ રહ્યાં છે. એવામાં iPhone 12 અને iPhone 12 Proનું બુકિંગ પણ શરુ થઈ ગઈ છે. ફોનના બુકિંગ માટે ગ્રાહકોને કંપનીના ઓફિશિયિલ ઓનલાઈન સ્ટોર પર જવું પડશે. કંપનીના ઓફલાઈન સ્ટોર પરથી પણ તેનું બુકિંગ કરી શકાય છે. જો કે કંપનીએ હાલમાં iPhone 12 મિની અને iPhone 12 Pro મેક્સનું બુકિંગ અંગે કોઈ માહિતી આપી નથી. તે સિવાય કંપનીએ iPhone 12 સીરીઝના ચારેય ફોનની કિંમત અંગે ભારતમાં જાહેરાત કરી દીધી છે.
ભારતમાં iPhone 12નીં કિંમત
ભારતમાં 64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 79,900 રૂપિયા છે. જ્યારે 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 84,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય 256GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 94,900 છે.
iPhone 12 મિની
ભારતમાં 64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 69,900 રૂપિયા છે. જ્યારે 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 74,900 રૂપિયા અને 256GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 84,900 છે.
iPhone 12 Pro
iPhone 12 Pro 128GB સ્ટોરેજવાળા મોડેલની કિંમત 1,19,900 રૂપિયા, 256GB સ્ટોરેજવાળા ફોનની 1,29,900 રૂપિયા અને 512GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 1,49,900 છે.
iPhone 12 Pro max
iPhone 12 પ્રો મેક્સની કિંતમની વાત કરીએ તો, ભારતમાં 128GB સ્ટોરેજવાળા મોડેલની કિંમત 1,29,900 રૂપિયા, 256GB સ્ટોરેજવાળા ફોનની 1,39,900 રૂપિયા અને 512GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 1,59,900 છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
અમદાવાદ
Advertisement