શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

iPhone 13 Launch: સપ્ટેમ્બરમાં આ દિવસે લોન્ચ થઈ શકે છે iPhone 13 સીરીઝ, જાણો કેવા હશે ફીચર્સ

કંપની આમાં એક ખાસ ટેકનોલોજી પર કામ કરી રહી છે, જે હેઠળ યુઝર્સ માસ્ક લગાવીને પણ ફોન અનલોક કરી શકશે.

Apple iPhone લવર્સ iPhone 13 સિરીઝ લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં તેની સિરીઝ લોન્ચ કરે છે. આ વર્ષે પણ કંપની તેની લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બરમાં જ કરવા જઈ રહી છે. જોકે કંપની દ્વારા હજુ સુધી લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે iPhone 13 સીરીઝ 17 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે છે. સાથે જ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે આ વખતે કંપની એક નહીં પરંતુ બે ઇવેન્ટનું આયોજન કરશે.

2 કાર્યક્રમો યોજાશે

લીક થયેલા અહેવાલો અનુસાર એપલ આ વર્ષે બે ઇવેન્ટનું આયોજન કરશે. જ્યારે એક ઇવેન્ટ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં આયોજિત કરી શકે છે અને બીજી ઇવેન્ટ મહિનાના અંતે આયોજિત કરી શકે છે. લોન્ચ ઇવેન્ટમાં કંપની તેના એરપોડ્સ અને આઈપેડનું અનાવરણ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે iPhone 13 શ્રેણીમાં કંપની iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max અને iPhone 13 Mini લોન્ચ કરી શકે છે.

ચાઇનીઝ ઇ-કોમર્સ વેબસાઇટ આઇટી હોમ મુજબ આગામી નવા આઇફોન મોડલ 17 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. આ સિવાય આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 24 સપ્ટેમ્બરથી iPhone 13 સિરીઝના ફોન વેચાણ માટે ઉપલબ્ધ થશે. જોકે, કંપનીએ હજુ સુધી આ તારીખોની પુષ્ટિ કરી નથી.

માસ્ક પહેરીને પણ ફોન અનલોક થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે iPhone 13ના ફેસ આઈડી ફીચરમાં ઘણા ફેરફાર થશે. કંપની આમાં એક ખાસ ટેકનોલોજી પર કામ કરી રહી છે, જે હેઠળ યુઝર્સ માસ્ક લગાવીને પણ ફોન અનલોક કરી શકશે. વળી ધુમ્મસમાં અથવા તડકામાં કોઈએ ચશ્મા લગાવ્યા હોય તો પણ ફોન વપરાશકર્તાનો ચહેરો ઓળખશે અને ફોનને અનલોક કરશે.

પહેલા કરતાં કરતાં વધારે ફાસ્ટ હશે 5Gની સ્પીડ

લીક થયેલા અહેવાલો અનુસાર, iPhone 13 સીરીઝ mmWave 5Gનું સપોર્ટ મળી શકે છે. ઘણા દેશોને આ વર્ષ સુધીમાં mmWave 5G કવરેજ મળવાનું શરૂ થશે, જેથી વપરાશકર્તાઓ આઇફોન 13 દ્વારા હાઇ-સ્પીડ 5જી કનેક્ટિવિટીનો આનંદ માણી શકશે. માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે અન્ય 5G નેટવર્ક્સ કરતા mmWave નેટવર્ક પર વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ ઉપલબ્ધ છે. પરંતુ તેની કિંમત પણ વધારે છે.

શાનદાર હશે કેમેરો

કંપનીના જણાવ્યા અનુસાર, આઇફોન 13ના કેમેરામાં પણ અગાઉના મોડલની તુલનામાં સુધારો કરવામાં આવ્યો છે. ફોનમાં સિનેમેટિક વિડીયો નામનો નવો રેકોર્ડિંગ મોડ આપવામાં આવશે, જે વિડીયોમાં ફોટો બોકેહ ઇફેક્ટ લાવશે. એટલું જ નહીં યુઝર્સ પોર્ટ્રેટ મોડની જેમ રેકોર્ડ કર્યા પછી તેમના વિડીયોમાં કેટલું બ્લર રાખવું તે પણ બદલી શકશે.

આવું હશે ડિસ્પ્લે

એપલના આ iPhones iOS 15, A15 બાયોનિક પર કામ કરશે. આમાં, ઇમેજ પ્રોસેસિંગ માટે લિક્વિડ ક્રિસ્ટલ પોલિમર સર્કિટ બોર્ડ ઉપરાંત નાઇટ મોડ કેમેરા હોઈ શકે છે. આને નવું Qualcomm X60 મોડેલ અને WiFi 6E સપોર્ટ મળે તેવી અપેક્ષા છે. IPhone 13 Pro અને iPhone 13 Pro Max માં 120Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે હોઈ શકે છે. તેમાં 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ મળવાની સંભાવના છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
Embed widget