Latest Update: હવે આ તારીખે લૉન્ચ થશે iPhone 15, ને આ દિવસે શરૂ થશે ભારતમાં વેચાણ
ટિપસ્ટર અભિષેક યાદવે iPhone 15 સીરીઝની લૉન્ચિંગ ડેટ જાહેર કરી છે. ટિપસ્ટર અનુસાર, કંપની આ ફોનને 13 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે
iPhone 15 Series Launch Date: આઇફોન લવર્સ નવા લેટેસ્ટ આઇફોનના લૉન્ચિંગની રાહ જોઇને બેઠાં છે, દર વર્ષની જેમ સપ્ટેમ્બરમાં રેગ્યૂલર લૉન્ચિંગની ચર્ચાઓ વચ્ચે હવે આઇફોન 15ના લૉન્ચિંગ વિશે મોટુ અપડેટ સામે આવ્યુ છે. Appleની અપકમિંગ iPhone 15 સીરીઝ વિશે દરેક લોકો ઉત્સાહિત છે. આ વખતે આ સીરીઝ કેટલાક ફેરફારો સાથે લૉન્ચ થવાની છે, જેમાં મુખ્ય છે USB Type-C ચાર્જિંગ. આ ઉપરાંત લોકોને iPhone સીરિઝમાં કેટલાક શાનદાર અપડેટ મળવાના છે. ટિપસ્ટર અભિષેક યાદવે iPhone 15 સીરીઝની લૉન્ચિંગ ડેટ જાહેર કરી છે. ટિપસ્ટર અનુસાર, કંપની આ ફોનને 13 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે. લૉન્ચ ઈવેન્ટ એપલ પાર્ક, કેલિફૉર્નિયા ખાતે યોજાશે, જેને તમે એપલની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન જોઈ શકશો.
Breaking 😍
— Abhishek Yadav (@yabhishekhd) August 4, 2023
Apple to launch iPhone 15 series on 13 September, 2023.
USB-C#iPhone15 #USBC #Apple pic.twitter.com/2YPVLTMlbR
ધ્યાન રહે, ઓફિશિયલી હજુ સુધી iPhone 15ના લૉન્ચ વિશે કોઈ માહિતી નથી. સચોટ માહિતી માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે. લૉન્ચ ઈવેન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓએ 9to5Macને જણાવ્યું છે કે, કંપની કર્મચારીઓને 13 સપ્ટેમ્બરથી રજા ના લેવાનું કહી રહી છે કારણ કે તે દિવસે ફોન લૉન્ચ ઈવેન્ટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, Appleની અત્યાર સુધીની મોટાભાગની લૉન્ચ ઈવેન્ટ મંગળવારે થઈ છે. જોકે છેલ્લી ઘટના બુધવારે બની હતી. આ વખતે 13 સપ્ટેમ્બરે પણ બુધવાર છે. આવામાં શક્ય છે કે કંપની આ દિવસે ફોન લૉન્ચ કરે.
પ્રી-ઓર્ડર આ દિવસથી થઇ શકે છે શરૂ -
9to5Macના રિપોર્ટ અનુસાર, જો ફોન 13 સપ્ટેમ્બરે લૉન્ચ થાય છે, તો કંપની 15 સપ્ટેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ કરી શકે છે. કંપની 22 સપ્ટેમ્બરથી મોબાઈલ ફોનનું વેચાણ શરૂ કરી શકે છે.
THIS IS THE NEW IPHONE FUNCTIONS #iPhone15 pic.twitter.com/Z0iOzoppaR
— Hector F. (@hectorfzc) July 28, 2023
જો લીક્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કંપની iPhone 15માં ડિસ્પ્લેની આસપાસ થોડી ઘુમાવદાર ધાર અને પાતળા બેઝલ્સ આપી શકે છે. તમામ 4 નવા મૉડલમાં લાઈટનિંગને બદલે ડાયનેમિક આઈલેન્ડ અને USB-C ફિચર હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની પ્રૉ મૉડલમાં સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમને ટાઈટેનિયમથી બનેલી નવી ફ્રેમથી બદલી શકે છે. iPhone 15 અને 15 Plusમાં કંપની A16 Bionic ચિપસેટને સપોર્ટ કરી શકે છે જ્યારે iPhone 15 Pro અને 15 Pro Max નવી A17 ચિપ પર નિર્ભર રહેશે. પ્રૉ મૉડલમાં કંપની વધુ સારા ઓપ્ટિકલ ઝૂમ માટે નવા પેરિસ્કૉપ લેન્સ પણ ઓફર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઘણા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે Appleની iPhone 15 સીરીઝ વર્તમાન સીરીઝ કરતાં 200 ડૉલર મોંઘી હોઈ શકે છે.
#iPhone15 #iphone15pro NEW FUNCTIONS pic.twitter.com/R8z7E2xEHI
— Hector F. (@hectorfzc) August 2, 2023
Evolution of the #iPhone 📱#Apple #AppleAirbag #iOS17 pic.twitter.com/GgdIH36x8U
— Tech Gyan (@TechGyanlife) July 28, 2023
Even the Apple A16 Bionic couldn’t handle the Galaxy OneUI 6 🥵🤣#OneUI #Apple #samsung pic.twitter.com/28a5RYsHxK
— Sharon Bava (@Sharon_Bava) July 25, 2023
--