Leaked: iPhone 16 સીરીઝ મચાવશે ધમાલ, કેમેરાથી લઇ ડિસ્પ્લે સુધીના મળશે કમાલના ફિચર્સ
iPhone 16 Series Leaked Details: દર વર્ષની જેમ આ વખતે પણ Apple સપ્ટેમ્બર અને ડિસેમ્બર દરમિયાન iPhone 16 ની નવી સીરીઝ લૉન્ચ કરી શકે છે
iPhone 16 Series Leaked Details: ટેક દિગ્ગજ એપલ હવે ટૂંક સમયમાં પોતાનો નવો આઇફોન લૉન્ચ કરવા જઇ રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ Apple સપ્ટેમ્બર અને ડિસેમ્બર દરમિયાન iPhone 16 ની નવી સીરીઝ લૉન્ચ કરી શકે છે. લૉન્ચ પહેલા જ iPhone 16 સીરીઝની તમામ લીક થયેલી ડિટેલ્સ સામે આવવા લાગી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ વખતે આઇફોન 16 હેન્ડસેટની બંને બાજુએ ફિઝિકલ બટનના બદલે કેપેસિટીવ બટન આપવામાં આવી શકાય છે. આ સાથે હેન્ડસેટની ડિઝાઇન, કલર ઓપ્શન અને હાર્ડવેર સંબંધિત ઘણી ડિટેસ્સ પણ સામે આવી છે.
ટિપસ્ટર સોની ડિક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર iPhone 16 સીરીઝના ડમી યૂનિટ્સ શેર કર્યા છે, જે દર્શાવે છે કે આ નવી સીરીઝમાં ઘણા મોટા ફેરફારો થવાના છે. આ ડમીને જોતા તે દર્શાવે છે કે તેઓ પ્રથમ સીરીઝ કરતાં વધુ મોટી ડિસ્પ્લે ધરાવશે. આ સાથે iPhone 16 અને iPhone 16 Plusની કેમેરા સિસ્ટમને પણ રિડિઝાઈન કરવામાં આવી છે.
iPhone 16 સીરીઝની આ ડિટેલ્સ થઇ લીક
ઘણા રિપોર્ટ્સમાં પહેલાથી જ એ વાત સામે આવી છે કે આ વખતે iPhone 16ના બંને મોડલમાં iPhone X સીરિઝની જેમ વર્ટિકલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી શકે છે. આ સિવાય જો પ્રો મોડલ્સની વાત કરીએ તો તેમાં iPhone 15 Pro મોડલ્સની જેમ ત્રિપલ કેમેરા યૂનિટ સામેલ હોઈ શકે છે. ટિપસ્ટર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં આવનારા ચાર iPhonesની ડિસ્પ્લે સાઇઝનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ટિપસ્ટરે કહ્યું છે કે, આગામી પ્રો મોડલ 6.1-ઇંચના કદને બદલે 6.3-ઇંચના કદના ડિસ્પ્લે સાથે આવશે. આ સિવાય 16 પ્રો મેક્સમાં 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે હશે, જે પ્રો મેક્સની વર્તમાન 6.7-ઇંચની સાઇઝ કરતાં મોટી છે. આ સિવાય iPhone 16 અને 16 Plusની સ્ક્રીન એક જ સાઇઝમાં આવશે. આ સિવાય તમામ મોડલ્સની આસપાસ પાતળી બેઝલ્સ પણ મળી શકે છે.
iPhone 16 series sizes
— Anthony (@TheGalox_) May 26, 2024
• 16 Pro: 6.3 inch display
• 16 Pro Max: 6.9 inch display
• 16: 6.1 inch display
• 16 Plus: 6.7 inch display
Regular models will have a 60hz refresh rate pic.twitter.com/42XSyrW4LF
iPhone previews its iPhone 16 series. What are your thoughts? pic.twitter.com/IZvUKPVoS9
— 𝐌𝐔𝐁𝐈 (@stfumubi) May 17, 2024