Realme ને ટક્કર આપવા આવ્યો iQOO નો 6000mAh બેટરી વાળો આ ફોન, જાણી લો ફિચર્સ ને કિંમત
iQOO 13 Launched: iQOO 13માં 2K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ અને ડાયનેમિક રિફ્રેશ રેટ માટે LTPO ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે
iQOO 13 Launched: સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ કંપની Vivoની સબ-બ્રાન્ડ IQOO (iQOO) એ આજે ભારતમાં તેનો બહુપ્રતીક્ષિત સ્માર્ટફોન IQoo 13 (Iqoo 13) લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 8 Elite પ્રૉસેસર આપવામાં આવ્યું છે જે ફોનના પરફૉર્મન્સને વધારવામાં મદદ કરશે. આ સાથે ફોનમાં AMOLED ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Realme GT 7 Pro જેવા સ્માર્ટફોનને ટક્કર આપવા સક્ષમ હશે.
iQOO 13 સ્પેશિફિકેશન્સ
iQOO 13માં 2K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ અને ડાયનેમિક રિફ્રેશ રેટ માટે LTPO ટેક્નોલોજીને પણ સપોર્ટ કરે છે. આ સિવાય કંપનીએ આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Elite પ્રૉસેસર લગાવ્યું છે, જે ગેમિંગ માટે ઘણું સારું માનવામાં આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોન સેગમેન્ટનો સૌથી ઝડપી સ્માર્ટફોન છે જે સુપરકૉમ્પ્યુટિંગ ચિપ Q2થી સજ્જ છે. કંપનીએ ફોનને બે વેરિઅન્ટમાં લૉન્ચ કર્યો છે. કંપનીએ iQOO 13ને 12GB+256GB અને 16GB+512GB જેવા બે વેરિઅન્ટમાં લૉન્ચ કર્યા છે.
iQOO 13 કેમેરા
આ ફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, iQOO 13માં 50 મેગાપિક્સલનો Sony IMX921 પ્રાઇમરી કેમેરા સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો પણ છે. પાવર માટે ઉપકરણમાં 6,000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન માત્ર 30 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકે છે.
Unlock the next level of seamless connectivity with #LinkToWindows on the #iQOO13, powered by #FuntouchOS15! 🌐💻 Effortlessly bridge the gap between your phone and PC, bringing notifications, messages, and files right to your desktop—transforming the way you work and stay… pic.twitter.com/tR8n5tLhV6
— iQOO India (@IqooInd) December 3, 2024
ઉપકરણમાં મૉન્સ્ટર હેલો લાઇટ આપવામાં આવી છે જે ફોનના કેમેરાની આસપાસ મૂકવામાં આવે છે. આ લાઇટ કૉલ અથવા મેસેજ અને ચાર્જિંગ દરમિયાન આવે છે જે ફોનની ડિઝાઇનને ખૂબ જ આકર્ષક બનાવે છે. આ સાથે, આ ફોન Android 15 પર આધારિત FunTouchOS 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ઉપકરણને 4 વર્ષનાં સૉફ્ટવેર અપડેટ્સ અને 5 વર્ષનાં સુરક્ષા અપડેટ્સ મળ્યાં છે. આ સ્માર્ટફોન IP69 રેટિંગ સાથે આવે છે એટલે કે આ ફોનને પાણી અને ધૂળથી પણ નુકસાન થતું નથી.
કેટલી છે કિંમત
હવે આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો iQOO 13ના 12GB + 256GB સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 51,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ઉપકરણના 16GB + 512GB સ્ટૉરેજ વેરિઅન્ટની કિંમત 56,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનનું પ્રી-બુકિંગ એમેઝૉન પર 5 ડિસેમ્બરથી શરૂ થશે. આ સ્માર્ટફોનનું વેચાણ 11 ડિસેમ્બર, 2024થી શરૂ થવા જઈ રહ્યું છે. કંપનીએ આ સ્માર્ટફોનને Legend અને Nardo Grey જેવા બે રંગોમાં લૉન્ચ કર્યો છે.
Realme GT 7 Pro ને મળશે ટક્કર
iQOO 13 સ્માર્ટફોન Realme ના તાજેતરમાં લૉન્ચ થયેલા GT 7 Pro ફોન સાથે સ્પર્ધા કરશે. Realme GT 7 Proમાં 6.78 ઇંચની 8T LPTO Samsung Eco2 1.5K OLED પંચ હૉલ સ્ક્રીન છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hz છે અને પીક બ્રાઈટનેસ 6500 nits છે. ફોનના ડિસ્પ્લેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ટેક્નોલોજી આપવામાં આવી રહી છે.
ફોનના કેમેરા સેટઅપની વાત કરીએ તો, પહેલો કેમેરો 50MP IMX906 OIS સેન્સર સાથે આવે છે. વળી, ફોનમાં 50MP પેરિસ્કોપ લેન્સ અને 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ છે. ઉપકરણમાં 16MP ફ્રન્ટ કેમેરા છે. કંપનીએ આ ફોનમાં Snapdragon 8 Elite ચિપસેટ આપ્યો છે.
આ ફોન Android 15 પર OriginOS આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ સિવાય ફોનમાં 5800mAhની મોટી પાવરફૂલ બેટરી છે, જે 120Wની ફાસ્ટ ચાર્જિંગ સ્પીડને સપૉર્ટ કરે છે. આ ફોનની શરૂઆતી કિંમત 59,999 રૂપિયા છે. જ્યારે ટૉપ વેરિઅન્ટની કિંમત 65,999 રૂપિયા છે.
આ પણ વાંચો
WhatsApp માં આવી રહ્યું છે ધાંસૂ ફિચર, QR કૉડ સ્કેન કરી સીધી જૉઇન કરી શકશો ચેનલ