શોધખોળ કરો

Update: કેટલાય બેસ્ટ ફિચર્સ સાથે આવ્યુ Window 11નું નવું અપડેટ, આ બધુ મળશે નવું

તાજેતરમાં જ માઇક્રોસૉફ્ટે એઆઇ આધારિત ચેટબૉટને બિન્ગ અને એઝ બ્રાઉઝરમાં સામેલ કર્યુ હતુ. હવે કંપની આ સુવિધા યૂઝરને ડાયરેક્ટ ટાસ્કબારમાં આપશે

Window 11 Update: માઇક્રોસૉફ્ટે વિન્ડો 11નું નવું અપડેટ રિલીઝ કરી દીધી છે. અપડેટમાં લોકોને એઆઇ આધારિત 'બિગ સર્ચ એન્જિન' ટાસ્કબારમાં મળશે, એટલે કે તમે ટાસ્કબારમાં જ આનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત હવે આઇફોન યૂઝર્સ ફોનને લેપટૉપ સાથે કનેક્ટ કરી શકશે. નવા ફિચર્સનો ઉપયોગ તમારે વિન્ડો અપડેટ કરવુ પડશે. આ માટે તમારે સેટિંગમાં જઇને વિન્ડો અપડેટના ઓપ્શનમાં જવુ પડશે, અહીં તમને અપડેટ દેખાશે, જેને તમારે ડાઉનલૉડ કરીને ઇન્સ્ટૉલ કરવુ પડશે. 

ટાસ્કબારમાં મળશે ચેટબૉટની સુવિધા  -
તાજેતરમાં જ માઇક્રોસૉફ્ટે એઆઇ આધારિત ચેટબૉટને બિન્ગ અને એઝ બ્રાઉઝરમાં સામેલ કર્યુ હતુ. હવે કંપની આ સુવિધા યૂઝરને ડાયરેક્ટ ટાસ્કબારમાં આપશે, અને અહીંથી તે સીધી ચેટબૉટમાંથી સવાલોના જવાબ પુછી શકશો. 

આઇફોનને વિન્ડો સાથે કરી શકશો કનેક્ટ  -
અત્યારે માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સ ફોનને વિન્ડો સાથે કનેક્ટ કરી શકે છે, પરંતુ નવા અપડેટ બાદ આઇફોન યૂઝર્સ પણ પોતાના ફોનને વિન્ડોની સાથે આસાની કનેક્ટ કરી શકશે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે તમારા લેપટૉપમાં ફોન લિન્ક એપ હોવી જરૂરી છે. આ ઉપરાંત નવા અપડેટમાં યૂઝર્સ સ્નિપિંગ ટૂલ એપ્લિકેશન દ્વારા સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી શકશો. આ માટે તમારે એપને ઓપન કરીને રેકોર્ડ ઓપ્શન પર ક્લિક કરવાનુ છે. નવા અપડેટમાં તમે નૉટપેડમાં ટેબ બનાવી શકશો, એટલે કે તમે એક સમય પર કેટલીય ટેબમાં કામ કરી શકો છો. 

ChatGPT : ChatGPT પાછળ આ વ્યક્તિનું હતું દિમાગ, અધવચ્ચે જ છોડેલી કોલેજ

Who Devloped Chatgpt : ChatGPTએ ટેક્નોલોજીની દુનિયામાં એક અલગ ક્રાંતિ સર્જી છે. ChatGPTના આગમન બાદ Google, Microsoft જેવી કંપનીઓ પણ AIની રેસમાં લાગી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાંબા સમયથી હાજરઅ હોવા છતાં ChatGPTએ સર્ચ એન્જિનની જેમ AI ચેટબોટ રજૂ કર્યું છે. ChatGPTની લોકપ્રિયતાએ લોકોને તેના વિશે વ્યાપકપણે વાત કરવાની ફરજ પાડી છે. વિદ્યાર્થીઓથી લઈને કર્મચારીઓએ ChatGPTનો ઉપયોગ શરૂ કર્યો છે. ChatGPT વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ તેની પાછળના માસ્ટરમાઇન્ડ વિષે. ચાલો જાણીએ કે કઈ વ્યક્તિએ ChatGPT બનાવ્યું છે અને તેનું બેકગ્રાઉન્ડ શું છે?

ChatGPT કોણે બનાવ્યું?

ChatGPTના સર્જક સેમ ઓલ્ટમેન છે. સેમ ઓલ્ટમેન ઓપનએઆઈના સીઈઓ છે. સેમે ઈલોન મસ્ક સાથે 2015માં કંપનીની સહ-સ્થાપના કરી હતી. એક અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલા 2016ના લેખ અનુસાર સેમને ટેક્નોલોજીનો શોખ હતો અને તેમણે આઠ વર્ષની ઉંમરે પ્રોગ્રામિંગ કરવાનું શરૂ કર્યું.

સેમ ઓલ્ટમેન સેન્ટ લુઇસ મિઝોરીમાં ઉછર્યા હતા. તેમને નાની ઉંમરમાં જ કોડિંગમાં ઘણો રસ હતો. મેકિન્ટોશના પ્રોગ્રામિંગમાં પણ તે પરફેક્ટ બન્યો. સેમ ઓલ્ટમેન સમલૈંગિક છે. ધ ન્યૂ યોર્કર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, 2000માં મિડવેસ્ટમાં ગે બનવું એ સૌથી ડરામણી બાબત ન હતી.

સેમ ઓલ્ટમેન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી હતા, પરંતુ તેમણે બે મિત્રો સાથે લુપ્ટ (એક એપ્લિકેશન જે મિત્રોને તેમનું સ્થાન શેર કરવાની મંજૂરી આપે છે) પર કામ કરવા માટે કોલેજ છોડી દીધી હતી. તેમણે આ એપ પર સરસ કામ કર્યું અને પછી કંપનીને US$43 મિલિયનમાં વેચી દીધી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સેમ લુપ્ટના સહ-સ્થાપકોમાંના એકને નવ વર્ષથી ડેટ કરે છે અને બંને અલગ થયા પહેલા. લુપ્ટનું વેચાણ કર્યા પછી સેમે હાઇડ્રેજિન કેપિટલની સ્થાપના કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Embed widget