LGનો આ રૉટેટિંગ ફોન 40,000 રૂપિયા થયો સસ્તો, જાણો હવે કેટલામાં મળી રહ્યો છે સ્માર્ટફોન
લૉન્ચ સમયે એલજી વિન્ગ (LG Wing) ફોનની કિંમત 69,990 રૂપિયા હતી, પરંતુ હવે આ ફોનને તમે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી 29,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. ફ્લિપકાર્ટ પર આજથી તમે આ ફોન પર ડિસ્કાઉન્ટ (Phone Discount) પણ મેળવી શકો છો.
નવી દિલ્હીઃ એલજી (LG) તરફથી ભલે પોતાના સ્માર્ટફોન યૂનિટને બંધ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ આના રૉટેટિંગ સ્માર્ટફોન (Rotating Smartphone) એલજી વિન્ગ (LG Wing)ના ભાવમા (LG Wing Price) ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનની કિંમતમાંથી લગભગ 40,000 રૂપિયા ઓછા કરી દેવામાં આવ્યા છે.
લૉન્ચ સમયે એલજી વિન્ગ (LG Wing) ફોનની કિંમત 69,990 રૂપિયા હતી, પરંતુ હવે આ ફોનને તમે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી 29,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. ફ્લિપકાર્ટ પર આજથી તમે આ ફોન પર ડિસ્કાઉન્ટ (Phone Discount) પણ મેળવી શકો છો.
આ છે નવી કિંમત...
ફ્લિપકાર્ટના સેલમાં તમે એલજી વિન્ગ (LG Wing)ના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને 29,990 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. મોબાઇલ યૂનિટ બંધ થવા છતાં કંપની કસ્ટમર્સનેને એક વર્ષની ગેરંટી આપી રહી છે. આવો જાણીએ ફોનની સ્પેશિફિકેશન્સ....
એલજી વિન્ગના સ્પેશિફિકેશન્સ....
એલજી વિન્ગ (LG Wing) એક ડ્યૂલ સિમ સ્માર્ટફોન છે, જે એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં બે સ્ક્રીન આપવામાં આવી છે. જેમાં પ્રાઇમરી સ્ક્રીન 6.8 ઇંચની છે, જે એક ફૂલ એચડી+ P-OLED ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં 3.9 ઇંચની ફૂલ એચી+ G-OLED સેકન્ડરી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
એલજી વિન્ગનો કેમેરા સેટએપ....
જો કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ અને 12 મેગાપિક્સલનો બીજો એક અલ્ટ્રા વાઇડ લેન્સની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. આ ગિમ્બલ મૉશન કેમેરા ફિચર વાળો છે, જે સેકન્ડરી સ્ક્રીનમાં આપવામાં આવેલા વર્ચ્યૂઅલ જૉયસ્ટીક દ્વારા કેમેરા એન્ગલ કન્ટ્રૉલ કરે છે.
વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો પૉપ-અપ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વળી ફોનને પાવર આપવા માટે 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.