શોધખોળ કરો

કોલ અને ડેટા ફ્રીના જમાના ગયા, સરકાર લેવા જઈ રહી છે આ મહત્ત્વનો નિર્ણય

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દ્વારા ફ્રી વોઈસ કોલ અને સસ્તા ડેટાની રજૂઆતથી ટેલિકોમ સેક્ટરમાં તરખાટ મચી ગયો છે.

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ રેગ્યુલેટર (ટ્રાઇ)એ સંકેત આપ્યો છે કે કોલ અને ડેટા માટે મિનિમમ ટેરિફ નક્કી કરવાની ટેલિકોમ સેક્ટરની માગ પર વિચાર કરી શકે છે. એટલે કે મોબાઇલમાં કોલ અને ડેટા સંપૂર્ણ ફ્રી નહીં હોય. પહેલાં ટ્રાઇ આ અંગે ના પાડતું આવ્યું છે. ટ્રાઇના વલણમાં આ પરિવર્તન ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલની બુધવારે ટેલિકોમ સેક્રેટરી સાથેની મુલાકાત પછી આવ્યું છે. મિત્તલે ટેલિકોમ સેક્રેટરીને ડેટા માટે લઘુત્તમ મર્યાદા કે ડેટા રેટ નક્કી કરવાની માગ કરી છે. ટ્રાઇના ચેરમેન આર.એસ. શર્માએ એક કાર્યક્રમમાં કહ્યું કે ટેલિકોમ ચાર્જ છેલ્લાં 16 વર્ષથી મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં અંકુશમાં રહ્યા છે અને તે સારી રીતે કામ કરે છે, હવે રેગ્યુલેટર ઉદ્યોગની મિનિમમ ટેરિફ નક્કી કરવાની માગ પર વિચાર કરી રહ્યું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દ્વારા ફ્રી વોઈસ કોલ અને સસ્તા ડેટાની રજૂઆતથી ટેલિકોમ સેક્ટરમાં તરખાટ મચી ગયો છે. ત્યારબાદ અન્ય કંપનીઓને પણ ટેરિફ દર ઘટાડવા પડ્યા છે. શર્માએ કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓએ અમને લખ્યું છે કે અમે તેનું રેગ્યુલેશન કરીએ. આ પ્રથમ વખત છે. 2012માં મને યાદ છે કે તેમણે ટેરિફના રેગ્યુલેશનના ટ્રાઈના પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટેરિફ દરો તેમના માટે છોડી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના નિર્ણયમાં ટેલિકોમ કંપનીઓના એજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની બાકીની રકમની ગણનામાં નોન-ટેલિકોમ રેવન્યુને પણ સામેલ કરીને સરકારના પગલાને યોગ્ય ઠેરવ્યા બાદ આ પ્રસ્તાવ ફરીથી આવ્યો છે. આ નિર્ણય બાદ ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા જેવી કંપનીઓએ 1.47 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
Internet Speed: રોજિંદા કામો માટે કેટલી ઈન્ટરનેટ સ્પીડ જરૂરી છે? અહીં વાંચો તમામ માહિતી
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
બાળકને આપી રહ્યાં છો ઈન્ટરનેટ ઍક્સેસ? પહેલા આ જરૂરી અને મહત્વના મુદ્દા સમજી લો
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
Laptopથી Phone ચાર્જ કરવું કેટલું સુરક્ષિત? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન
શું Laptop થી Phone ચાર્જ કરવો જોઈએ? એક ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Rain Forecast: આજથી અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં મૂશળધાર વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Embed widget