Apple iPhones : તો ભારતમાં 30 થી 50,000 રૂપિયા સસ્તા થઈ જશે iPhone
માહિતી અનુસાર ટૉટા કર્ણાટકમાં આઇફોનનો જે મેન્યુફૈકચરિંગ પ્લાન્ટ છે જેની ખરીદી વિશે વિચારી રહી છે તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા સુધી આંવામાં આવી છે.
iPhone Might Gets Cheaper: ટાટા ભારતનું એક મોટુ ગ્રૂપ છે અને હવે કંપની કર્ણાટકમાં સ્થિત આઈફોન મેનફૈકચરિંગ ફેસિલિટિ ખરીદવાને લઈને ભારતમાં ઉપલબ્ધ ત્રણ એપલ આઇફોન નિર્માતાઓમાંથી એક સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું સમુંસુતરૂ રહ્યું તો ટાટા ટુંક સમયમાં જ ભારતમાં એપ્પલ આઈફોન બનાવવાની શરુઆત કરશે. જેનો સૌથી મોટો લાભ એ થશે કે આઈફોનની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. ભારતીયોને હવે આઇફોન પર લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નહીં રહે.
કેટલી છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની કિંમ?
માહિતી અનુસાર ટૉટા કર્ણાટકમાં આઇફોનનો જે મેન્યુફૈકચરિંગ પ્લાન્ટ છે જેની ખરીદી વિશે વિચારી રહી છે તેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા સુધી આંવામાં આવી છે. આ કોઈ નાનો સોદો નથી પણ મોટી ડીલ છે કારણ કે ત્યાર બાદ કંપની ભારતમાં આઈફોન મોડલ્સનું પ્રોડક્શન શરૂ કરી દેશે.
ફોક્સકોન અને પેગાટ્રોન સાથે વિસ્ટ્રોન ભારતમાં ત્રણ આઇફોન નિર્માતાઓમાંનો એક છે. ટાટા મોટર્સ આ જ ફેસિલિટીની ખરીદી માટે વાતચીત ચલાવી રહી છે. માહિતી અનુસાર વિસ્ટ્રોનની આ ફેસિલિટી કર્ણાટકમાં આવેલી છે જેમાં iPhone SE, iPhone 12 અને iPhone 13નું પ્રોડક્શન કરવામાં આવે છે અને જો બધું બરાબર છે તો ટાટા તેનું નિર્માણ કરવાનું શરૂ કરી દેશે.
આઇફોન ની કિંમત માં આવશે ભારે ઘટાડો
ઉલ્લેખનીય છે કે, જો ટાટા વાતચીતમાં સફળ રહી તો આઈફોનના iPhone SE, iPhone 12 અને iPhone 13 મોડેલની કિંમતમાં 30,000 થી 50,000 રૂપિયાની છૂટ મળશે. જોકે આ મોડલ્સ પર કુલ કેટલું ડિસ્કાઉંટ મળશે એ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ હાલ તો માનવામાં આવે છે કે જો ડીલ સફળ રહી છે તો આઇફોનના મોંઘા મોડેલ્સ માટે ગ્રાહકોને ખુબ જ ઓછી રકમ ખર્ચ કરવી પડશે.
શું આપના ઘરે ક્ષારયુક્ત પાણી આવે છે? નુકસાનથી બચવા કરો આ ઉપાય
વાળગ્રોથ ઘટવાનું અને ખરવાનું પણ એક મુખ્ય કારણ ક્ષારયુક્ત પાણી છે. જો આપ પણ ક્ષારયુક્ત પાણીના કારણે પરેશાન હો અને ક્ષારયુક્ત પાણીના કારણે વાળ ખરતા હોય તો આ ટિપ્સ પહેલા સમજી લો.
પાણીમાં રહેલો ક્ષાર ન માત્ર હેર પરંતુ સ્કિનનો પણ દુશ્મન છે. ક્ષારના કારણે વાળ બરછટ થઇ જાય છે, વધુ તૂટે છે અને વધુ ખરતા હોવાથી ગ્રોથ પણ ઘટતો જાય છે.