શોધખોળ કરો
Advertisement
હવે સર્ચ નહીં કરવું પડે અગત્યના મેસેજ, Google Messages માં આવ્યું SMS ફિલ્ટરનું નવું અપડેટ
નવા અપડેટ બાદ એન્ડ્રોઈડ મેસેજિંગ એપમાં પર્સનલ, ટ્રાન્ઝેક્શન, ઓટીપી, ઓફર્સ અને ટ્રાવેલ જેવી ઘણી કેટેગરી મળશે.
ફોનમાં મેસેજિંગ એપને લઈને લોકો સૌથી વધુ પરેશાન હોય છે. જો કોઈ મહત્વનો મેસેજ સર્ચ કરવાનું થાય છે ત્યારે કલાકો લાગી જાય છે. એવામાં તમારી સમસ્યાના સમાધાન માટે ગૂગલે મેસેજ ફિલ્ટરની સુવિધા શરુ કરી દીધી છે. એટલે કે હવે તમારા મેસેજને અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેશે. મેસેજ એપમાં તમામ પ્રકારના મેસેજો રોજ આવતા હોય છે. તેમાં માર્કેટિંગથી લઈ રિચાર્જ અને ટ્રાન્જેક્શન સુધી જરૂરી મેસેજ હોય છે. ધણીવાર જરૂરી મેસેજ શોધવામાં ઘણો સમય લાગી જાય છે. પરંતુ નવા અપડેટમાં એક પ્રકારના મેસેજ એકજ ફોલ્ડર કે કેટેગરીમાં દેખાશે.
નવા અપડેટમાં શું છે ખાસ ?
નવા અપડેટ બાદ એન્ડ્રોઈડ મેસેજિંગ એપમાં પર્સનલ, ટ્રાન્ઝેક્શન, ઓટીપી, ઓફર્સ અને ટ્રાવેલ જેવી ઘણી કેટેગરી મળશે. જો કે, નવા અપડેટ બાદ પણ આ ફીચર મેસેજિંગ એપમાં ડિફોલ્ટ તરીકે ઓન નહીં રહે. તમે ગૂગલ મેસેજ એપમાં જઈને આ ફીચરને ઓન અને ઓફ કરી શકશો. અપડેટ બાદ ગૂગલ મેસેજ એપમાં સૌથી ઉપર કેટેગરી મેનુ દેખાશે, જેમાં યૂઝર્સ પાસે કેટેગરી બદલવાની પણ સુવિધા હશે.
શું થશે ફાયદો
ગૂગલના મેસેજ ફિલ્ટરથી મેસેજને જોવા માટે તમામ મેસેજ ચેક કરવાની જરૂર નહીં પડે. જો તેમે કોઈ ટ્રાન્ઝેક્શનના મેસેજ જોવા માંગો છો તો, સીધા જ ટ્રાન્ઝેક્શનની કેટેગરી પર ક્લિક કરીને એક સાથે તમામ ટ્રાન્ઝેક્શનવાળા મેસેજને જોઈ શકશો. ગૂગલે પોતાનના એન્ડ્રોઈડ મેસેજિંગ એપ ગૂગલ મેસેજનું નવું એપડેટ આપવાનું શરુ કરી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement