ભારતમાં આ ત્રણ એપ આપી શકે છે Twitterને ટક્કર, જાણો આ ઓપ્શન એપ્સના કેવા છે ફિચર્સ
ટ્વીટર (Twitter) અને ભારત સરકારની વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી તનાણ જોવા મળી રહ્યો છે. જેના કારણે કેન્દ્રીય મંત્રીઓ સહિલ લાખો લોકોએ આના ઓપ્શન શોધવાનુ શરૂ કરી દીધા છે. આવામાં બીજી કેટલીક એપ્સમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી રહી છે. આમાં સૌથી વધુ દેસી ટ્વીટર (Twitter)કહેવાતી કૂ એપ (Koo App) સૌથી આગળ છે,
નવી દિલ્હીઃ પૉપ્યૂલર માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મ ટ્વીટર (Twitter) અને ભારત સરકારની વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી તનાણ જોવા મળી રહ્યો છે. જેના કારણે કેન્દ્રીય મંત્રીઓ સહિલ લાખો લોકોએ આના ઓપ્શન શોધવાનુ શરૂ કરી દીધા છે. આવામાં બીજી કેટલીક એપ્સમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી રહી છે. આમાં સૌથી વધુ દેસી ટ્વીટર (Twitter)કહેવાતી કૂ એપ (Koo App) સૌથી આગળ છે, ભારતીય આ એપ્સને જબરદસ્ત રીતે ડાઉનલૉડ કરી રહ્યાં છે. આજે તમને કેટલીક આવી માઇક્રો બ્લૉગિંગ એપ પ્લેટફોર્મ વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને દેશમાં ટ્વીટરનો ઓપ્શન બની શકે છે.
ભારતમાં આ ત્રણ એપ આપી શકે છે Twitterને ટક્કર.....
Koo App -
આ માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મ દેશમાં ધૂમ મચાવી રહ્યુ છે. કેટલાય કેન્દ્રીય મંત્રીઓ અને સેલિબ્રિટીઓએ પણ આ એપનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેના કારણે આની લોકપ્રિયતામાં ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ એપમાં ઝડપથી વધારો દેખાયો છે. લોકો આને ટ્વીટર દેસી વર્ઝન માની રહ્યાં છે. આ એપ મેડ ઇન ઇન્ડિયા છે, આ કેટલીય ભારતીય ભાષાઓમાં ઉપયોગમાં લઇ શકાય છે, જે આને ખાસ બનાવી છે.
Tumblr -
આ એપ દેશ અને દુનિયામાં ખુબ વપરાઇ રહી છે. આને માઇક્રો બ્લૉગિંગ પ્લેટફોર્મનો માલિકી હક યાહૂની પાસે છે. દુનિયાભરમાં કરોડો લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ પણ ટ્વીટરની જેમ ખુબ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ પર તમને ટેક્સ્ટ, તસવીરો, વીડિયો, લિંક શેર કરી શકો છો. આને યૂઝ કરવુ આસાન છે. દુનિયાભરમાં આને ટ્વીટરનુ સૌથી મોટુ કૉમ્પીટીટર માનવામાં આવી રહ્યું છે.
Plurk -
આ માઇક્રો બ્લૉગિંગ એપની સ્થાપના મે 2008માં થઇ હતી. આ પ્લેટફોર્મ પણ ટ્વીટરની જેમ કામ કરે છે. જોકે આના કેટલાક ફિચર્સ યૂનિક પણ છે. આ પ્લેટફોર્મ પર તમે 210 કેરેક્ટર સુધી ટેક્સ્ટ શેર કરી શકો છો, જો ટ્વીટરથી વધુ છે. આ પ્લેટફોર્મ પર તમે ગૃપ કન્વર્ઝેશન કરી શકો છો. આની લોકપ્રિયતા સતત વધી રહી છે. આગામી દિવસોમાં આના યૂઝર્સની સંખ્યા ઝડપથી વધી શકે છે.