શોધખોળ કરો

Microsoft એ લૉન્ચ કર્યુ કૉપાયલટ+ PC, જાણો AI ફિચર્સવાળા આ લેપટૉપની કેટલી છે કિંમત ?

Microsoft Copilot Plus PC Features: ગ્રાહકોને બેસ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફિચર્સ આપવાના ઈરાદા સાથે Microsoft એ નવું Copilot + PC લૉન્ચ કર્યું છે

Microsoft Copilot Plus PC Features: ગ્રાહકોને બેસ્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ફિચર્સ આપવાના ઈરાદા સાથે Microsoft એ નવું Copilot + PC લૉન્ચ કર્યું છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO) સત્યા નડેલાએ વિન્ડોઝ પીસીની નવી વિવિધતા વિશે માહિતી આપી હતી. આ લેટેસ્ટ નવા CoPilot+ PCમાં હાર્ડવેરનો સમાવેશ થાય છે જે જનરેટિવ AI CoPilot સુવિધાઓને હેન્ડલ કરી શકે છે. તેમાં ન્યૂરલ પ્રૉસેસિંગ યૂનિટ (NPU) સાથે ચિપસેટ પણ આપવામાં આવશે.

માઇક્રોસૉફ્ટના કન્ઝ્યૂમર ચીફ માર્કેટિંગ ઓફિસર યુસુફ મેહદીએ દાવો કર્યો છે કે CoPilot+ PC એ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી કૉમ્પ્યુટર છે. તેણે કહ્યું કે કંપનીએ આ વિન્ડોઝ પીસીને શરૂઆતથી સંપૂર્ણપણે સંશોધિત કરી દીધું છે. આ PC ને ઓછામાં ઓછા 40 TOPs NPU પર્ફોર્મન્સ આપવાની જરૂર પડશે. વધુમાં, તેમાં ઓછામાં ઓછી 16GB RAM અને 256GB સ્ટોરેજ હોવી જોઈએ.

કયા કયા એઆઇ ફિચર્સ મળશે ?
આ PC માં ઘણા AI ફિચર્સ આપવામાં આવ્યા છે. તેની મદદથી ફોટોનું રેગ્યૂલેશન વધારી શકાય છે. તેમજ તમે કોઈપણ ફોટોની સ્ટોરી બનાવી શકો છો. તેમજ લાઇવ કેપ્શન, રીઅલ-ટાઇમ કેપ્શનિંગ અને 40 થી વધુ ભાષાઓમાંથી લાઇવ અને પ્રી-રેકોર્ડ કરેલા વીડિયોમાંથી અંગ્રેજીમાં અનુવાદ આ ઉપરાંત કંપની તેમાં ફોટોગ્રાફિક મેમરી ફિચર પણ આપશે, જે બધું યાદ રાખવામાં મદદ કરશે. આવી સ્થિતિમાં ઘણા યૂઝર્સને ડર છે કે આ તેમની પ્રાઈવસી માટે મોટો ખતરો બની શકે છે. જોકે, માઇક્રોસૉફ્ટે સ્પષ્ટ કર્યું છે કે આનાથી તેમની પ્રાઇવસી પર કોઇ વિપરીત અસર નહીં પડે. કંપની તેમને એ પણ નક્કી કરવાની સુવિધા આપશે કે સ્ક્રીન પર કઈ વસ્તુઓ દેખાય છે અને કઈ વસ્તુઓ તેઓ રેકોર્ડ કરવા નથી માંગતા.

પ્રી-ઓર્ડર માટે પણ ઉપલબ્ધ 
તમને જણાવી દઈએ કે પહેલું Copilot+ લેપટોપ ગઇકાલથી (21 મે) પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તેની પ્રારંભિક કિંમત $999 (અંદાજે 83,000 રૂપિયા) છે. અને તેનું શિપિંગ 18 જૂનથી શરૂ થશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Embed widget