શોધખોળ કરો
Advertisement
માઇક્રોસોફ્ટે કરી મોટી જાહેરાત, વિશ્વભરમાં આવેલા તમામ ફિઝિકલ સ્ટોર કરશે બંધ
કંપનીએ કહ્યું કે, તેના ઓનલાઇન વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
ન્યૂયોર્કઃ માઇક્રોસોફ્ટ વિશ્વભરમાં આવેલા 83 ફિઝિકલ સ્ટોર બંધ કરવા જઈ રહી છે. જોકે તે ઓનલાઇન સ્ટોરમાં રોકાણ ચાલુ રાખશે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું, તેનું ફોક્સ ઓનલાઇન સ્ટોર પર હશે. કંપની રિટેલ ટીમના લોકોને સેલ્સ અને સપોર્ટની ટ્રેનિંગ આપશે. ગ્રાહકોને પહેલા જેવી જ સર્વિસ મળતી રહેશે. માઇક્રોસોફ્ટના ન્યૂઝલેટરમાં કહેવામાં આવ્યું કે, માત્ર ચાર સ્ટોર ખુલ્લા રહેશે, જેમાં હવે પ્રોડક્ટનું વેચાણ થતું નથી.
માઇક્રોસોફટે કહ્યું કે, Microsoft.com, Xbox અને Windows મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા 1.2 અબજ છે. જે વિશ્વના 190 માર્કેટમાં ફેલાયેલા છે. જોકે કંપનીએ ટેક ન્યૂઝ વેબસાઇટ ધ વર્ઝને કહ્યું કે, હાલ તેઓ કોઈ કર્મચારીની છટણી નહીં કરે.
કંપનીએ કહ્યું કે, તેના ઓનલાઇન વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીની ટીમ ગ્રાહકોને રિટેલ સ્ટોરની તુલનાએ વર્ચુઅલ રીતે સેવા આપી રહી છે. માઇક્રોસોફ્ટે કહ્યું, અમે અલ--અલગ પ્રકારની ટેલેન્ટના લોકોની એક એવી ટીમ બનાવી છે, જે વિશ્વના ગમે તે ખૂણામાં કામ કરી શકે છે.
અમારી ટીમ તમામ પ્રકારના ગ્રાહકોની મદદ માટે કોઈપણ પરિસ્થિતિમાં તૈયાર છે. અમારી ટીમમાં 120થી વધારે ભાષાઓ જાણતાં લોકો છે. હવે તેમાં પહેલા કરતાં વધારે મજબૂત અને ટેલેન્ટેડ લોકો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement