શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ZOOM એપને લઈ સરકારે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- સુરક્ષિત પ્લેટફોર્મ નથી, યૂઝર્સ સાવધાનીથી કરે ઉપયોગ
ગૃહમંત્રાલયે આ એપને લઈ એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયો કોલિંગ માટે આ એપનો ઉપયોગ સુરક્ષિત નથી.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ ની સલાહ આપી રહી છે. એવામાં કંપનીઓ પોતાના અધિકારીઓ સાથે મીટિંગ વીડિયો એપ ZOOM દ્વારા કરી રહી છે. આ એપની ખાસિયત એ છે કે, એક સાથે અનેક લોકો સાથે વીડિયો કોલ પર જોડાઈને વાતચીત કરી શકાય છે. લોકડાઉન દરમિયાન આ એપનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે હવે આ એપને લઈ ગૃહમંત્રાલયે કહ્યું કે તેનાથી પ્રાઈવેસીનો ખતરો છે.
ગૃહમંત્રાલયે આ એપને લઈ એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયો કોલિંગ માટે આ એપનો ઉપયોગ સુરક્ષિત નથી. આ એપનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે મીટિંગ આ એપ મારફતે કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ખાનગી કંપનીઓ મોટાપ્રમાણમાં આ એપનો ઉપયોગ કરી રહ્યાં છે. એટલું જ નહીં સ્કૂલોમાં પણ બાળકોને ભણાવવા માટે આ એપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ZOOM એપ પર યૂઝર્સની પ્રાઈવસીમાં હસ્તક્ષેપ અને ડેટા ચોરી જેવા આરોપ લાગ્યા હતા. હાલમાં જ એક રિપોર્ટ પણ આવ્યો હતો કે, ZOOMના યૂઝર્સની ડિટેલ વેચવામાં આવી રહી છે. જેમાં યૂઝર્સ ડિટેલમાં પર્સનલ મીટિંગ યૂઆરએલથી લઈ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ્સ પણ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion