શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે વેબ સીરિઝ સહિતના ઓનલાઈન કંટેટ મુદ્દો લીધો બહુ મોટો નિર્ણય ? જાણો વિગત
સેન્સરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓએ સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવ્યું હતું.
નવી દિલ્હીઃ નેટફ્લિક્સ અથવા એમેઝોન જેવા OTT (Over the Top)સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર હવે તમારો અનુભવ પહેલા જેવો નહીં રહે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ડિજિટલ ઓડીયિ વિઝ્યુઅલ કન્ટેન્ટ અને વેબ સીરિઝને પોતાના અંતર્ગત લાવી દીધા છે. તેની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર ન્યૂઝ અને કરન્ટ અફેયર્સ પણ હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત આવશે. સરકારે બુધારે એક ગેજેટ બહાર પાડીને તેનો નોટિફાઈ કર્યું છે.
સામાન્ય લોકો માટે આ ફેરફાર ઘણાં મહત્ત્વના છે કે હવે નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મ પર સેન્સર લાગુ થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ સેલ્ફ રેગ્યુલેશન કોડને સપોર્ટ કરવાની ના પાડી દીધી હતી. અંદાજે 15 વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ હાલમાં દેશમાં કામ કરી રહ્યા છે. આ OTT પ્લેટફોર્મ્સે આ મહિનાની શૂઆતમાં IAMAI અંર્તગત સેલ્ફ રેગ્યુલેશન કોડ પર હસ્તાક્ષર કર્યા હતા.
સેન્સરશિપ અથવા સરકારી દખલની જગ્યાએ OTT કંપનીઓએ સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવ્યું હતું જેથી યોગ્ય કન્ટેન્ટ દર્શકો સુધી પિહોંચાડી શકાય. આ કોડમાં દર્શકોની ફરિયાદનું સમાધાન કેવી રીતે થશે તેની પણ વ્યવસ્થા હતી. તેના માટે કન્ઝ્યૂમર કમ્પ્લેન ડિપાર્ટમેન્ટ અથવા એડવાઈઝરી પેનલ બનાવવાની વાત કહેવામાં આવી હતી. આ પેનલના સભ્યોમાં બાળકોના અધિકારો, જેન્ડર ઇક્વાલિટી માટે કામ કરનારા સ્વતંત્ર લોકો સામેલ હોઈ શકે છે.
તેમાં જે OTT પ્લેટફોર્મ પર સામેલ હશે તેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની + હોટસ્ટાર, ALT બાલાજી, ZEE5, Arre, ડિસ્કવરી +, ઇરોઝ નાઉ, ફિલક્સ્ટ્રી(Flickstree), હોઈચોઈ (Hoichoi), હંગામા, MX પ્લેયર, શેમારૂ, VOOT, Jio સિનેમા, સોનીLiv અને Lionsgate play સામેલ છે.
મંત્રાલયે કહ્યું હતું, “ઇન્ડસ્ટ્રી એ જે સેલ્ફ રેગ્યુલારિટી મેકેનિઝમ બનાવ્યું છે તેમાં પ્રોહિબિટેડ કન્ટેન્ટનું કોઈ વર્ગીકરણ કરવામાં નથી આવ્યું.” મંત્રાલયે કહ્યું કે, IAMAIએ પહેલા બે લેયરવાળા સ્ટ્રક્ચરની ભલામમ કરી હતી. પરંતુ મંત્રાલયને એ પસંદ ન આવ્યું. ત્યાર બાદ આજે સરકારે ગેજેટ બહાર પાડીને તેને પોતાના અંતર્ગત લાવી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement