ભારતમાં લૉન્ચ થયો મોટોનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, મળશે આટલા બધા સુપરહિટ ફિચર્સ, જાણો.........
ભારતમાં Moto G51ના આ સિંગલ 4+64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ.14,999 નક્કી કરવામાં આવી છે.
મુંબઈ: અમેરિકાન સ્માર્ટફોન મેકર મોટોરોલાએ પોતાનો નવો અને સસ્તો ફોન ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ છે Moto G51 5જી. જોકે આ ફોનને ગયા મહિને યુરોપમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આનુ ભારતમાં લૉન્ચિંગ થયુ છે. Moto G51 બે કલર ઓપ્શન -ઇન્ડિગો બ્લૂ અને બ્રાઇટ સિલ્વર સાથે માર્કેટમાં ઉતરાવામાં આવ્યો છે.
Moto G51 5જી ફોનને જો તમારે ખરીદવો હોય તો આને તમે ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ખરીદી શકશો. આનુ 208 ગ્રામ છે. Moto G51 5G 6.8" 120Hz ફુલએચડી એલસીડી પેક અને 5,000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે.
શું છે આ સસ્તાં ફોનની કિંમત-
ભારતમાં Moto G51ના આ સિંગલ 4+64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ.14,999 નક્કી કરવામાં આવી છે.
કેવા છે Moto G51 5જીના ફિચર્સ-
આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશન રેટ ડિસ્પ્લે અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 પ્લસ પ્રોસેસર છે, આ સ્માર્ટફોનમાં વોટર રિપેલન્ટ ડિઝાઇન છે, જે ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે આવે છે અને તેમાં 3.5mm હેડફોન જેક સપોર્ટ પણ છે. સ્માર્ટફોનમાં પાસવર્ડ-લેસ અનલોકિંગ માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 સિસ્ટમ પર કામ કરે છે અને 4GB રેમ અને 64GB સુધીની સ્ટોરેજ સાથે આવશે.
ફોનમાં છે 5000mAhની દમદાર બેટરી-
Moto G51 5G 6.8" 120Hz ફુલએચડી એલસીડી પેક અને 5,000mAh બેટરી સાથે આવશે. આમાં USB-C પોર્ટ દ્વારા 10W ચાર્જર સપોર્ટ છે, આ ઉપરાંત કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.2, જીપીએસ, 3.5mm હેડફોન જેક જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.
કેવા છે કેમેરા ફિચર્સ-
આ ફોનમાં કુલ ચાર કેમેરા છે, જેમાં પંચહોલ સાથે 13 MPનો સેલ્ફી કેમેરા, 50MPનો પ્રાઇમરી કેમેરા, 8 MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રો યુનિટ્સ હશે.
આ પણ વાંચો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત
અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત