માર્કેટમાં આવ્યો 108MP કેમેરા અને 6000mAhની બેટરી વાળો આ દમદાર ફોન, જાણો કિંમત ને ફિચર્સ વિશે....
મોટો જી60ની (Moto G60) સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો, આ Moto G60 એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ છે. આ ફોનમાં 6.8 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 732G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
નવી દિલ્હીઃ જો તમે એક શાનદાર કેમેરા ફોન (Camera Phone) ખરીદવા ઇચ્છતા હોય તો માર્કેટમાં મોટોરોલા (Motorola Phone) બેસ્ટ ઓપ્શન બની શકે છે. મોટોરોલાએ (Motorola) ભારતમાં પોતાનો મોટો જી60 (Moto G60) સ્માર્ટફોનને લૉન્ચ કરી દીધો છે. મોટોરોલાની (Motorola G-Series) G-સીરીઝ વાળા આ ફોનનો લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા. ફોનની ડિઝાઇન ખુબ આકર્ષક છે. તમને બે કલર ઓપ્શનમાં આ સ્માર્ટફોન મળી જશે. મોટો જી60 સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત આનો 108MPનો પ્રાઇમરી કેમેરો છે. આનાથી તમે શાનદાર તસવીરો ક્લિક કરી શકો છો. સાથે આની ઓછી કિંમત પણ લોકોનુ ધ્યાન ખેંચે છે.
મોટો જી60ની (Moto G60) સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો, આ Moto G60 એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ છે. આ ફોનમાં 6.8 ઇંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 732G પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. વાત કરીએ આના સ્ટૉરેજ અને રેમની તો તમને આમાં 6GB રેમ અને 128GB સુધીનુ ઇન્ટરનલ સ્ટૉરેજ મળી રહ્યું છે. તમે ઇચ્છો તો માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી આને વધારી શકો છો.
Moto G60નો કેમેરો....
Moto G60ને સૌથી ખાસ બનાવે છે આનો કેમેરો, આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 108MPની પ્રાઇમરી સેન્સર, 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 2MPનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. વળી આના કેમેરા HDR, ટાઇમર અને પ્રૉ મૉડ જેવા ફિચર્સ વાળો છે.
Moto G60ના અન્ય ફિચર્સ.....
આ ફોનમાં કંપનીએ 6,000mAhની બેટરી, 20W ફાસ્ટ ચાર્જિંગ અને ક્વાલકૉમ ક્વિક ચાર્જ 4.0 સપોર્ટની સાથે આપવામાં આવી છે. આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર અને વાઇ-ફાઇ, જીપીએસ, બ્લુટૂથ 5.0 જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
Moto G60ની કિંમત....
આ ફોનને તમે 17,999 રૂપિયામાં ખરીદી શકો છો. તમને Dynamic Gray અને Frosted Champagne જેવા શાનદાર કલર ઓપ્શનમાં આ ફોન મળશે.