(Source: ECI/ABP News/ABP Majha)
Twitter પર મ્યૂઝિક પબ્લિશર્સે કર્યો કેસ, કોપીરાઇટ ભંગના બદલામાં 2000 કરોડ રૂપિયાની કરી માંગ
થોડા સમય પહેલા એલન મસ્કે ટ્વિટર બ્લૂ યુઝર્સને પ્લેટફોર્મ પર 2 કલાક સુધીનું કન્ટેન્ટ અપલોડ કરવાની સુવિધા આપી છે.
Copy RIght Violation by Twitter: થોડા સમય પહેલા એલન મસ્કે ટ્વિટર બ્લૂ યુઝર્સને પ્લેટફોર્મ પર 2 કલાક સુધીનું કન્ટેન્ટ અપલોડ કરવાની સુવિધા આપી છે. આ સર્વિસ આવ્યા બાદ બ્લૂ યુઝર્સ ટ્વિટર પર કન્ટેન્ટ અપલોડ અપલોડ કરી રહ્યા છે. હવે નેશનલ મ્યુઝિક પબ્લિક એસોસિએશને આ અંગે ટ્વિટર પર કેસ દાખલ કર્યો છે અને વળતર પેટે સોંગ દીઠ 1 કરોડ રૂપિયાથી વધુની માંગણી કરી છે.
વાસ્તવમાં 17 મ્યૂઝિક પબ્લિશર્સ તરફથી ટેનેસી રાજ્યની ફેડરલ કોર્ટમાં આ અંગે દાવો દાખલ કરવામાં આવ્યો છે. મ્યૂઝિક પબ્લિશર્સે એવો કેસ દાખલ કર્યો છે કે ટ્વિટર મ્યૂઝિક કંપોઝરની અસંખ્ય ઉલ્લંઘન કરતી નકલો સાથે તેના વ્યવસાયને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કૉપિરાઇટ કાયદા હેઠળ પ્રકાશકો અને અન્યના વિશેષ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જે બિલકુલ યોગ્ય નથી. NMPAએ તેના દાખલ કરેલા દાવામાં લગભગ 1700 ગીતોની યાદી શેર કરી છે જે પરવાનગી વિના ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યા છે. એસોસિએશને કોર્ટને માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ પર દરેક ઉલ્લંઘન માટે 150,000 ડોલર સુધીનો દંડ લાદવાનું કહ્યું છે.
વોનિંગ છતાં ટ્વિટર ન માન્યું
એસોસિએશને એવો પણ દાવો કર્યો હતો કે ટ્વિટરને કોપીરાઈટ વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ કંપનીએ કોઈ પગલાં લીધાં નથી અને હવે અલગ-અલગ એકાઉન્ટ્સ સતત કન્ટેન્ટ અપલોડ કરી રહ્યાં છે જે કોપીરાઈટ નિયમોની વિરુદ્ધ છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એક ગીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીત બાર્બાડિયન સિંગર રિહાનાનું છે જેને 2,21,000 વ્યૂઝ અને 15,000 લાઈક્સ મળી છે. પબ્લિશર્સે કહ્યું હતું કે ટ્વિટરે તેની પરવાનગી લીધી નથી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. NMPAએ કોર્ટ પાસે વળતર તરીકે ગીત દીઠ 1 કરોડ રૂપિયાથી વધુની માંગણી કરી છે. હાલમાં ટ્વિટર અથવા મસ્ક તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
સામાન્ય માણસ પણ હવે યુટ્યૂબ પરથી કમાઇ શકશે લાખો રૂપિયા
જો તમે સ્માર્ટફોન યૂઝર્સ છો અને સારી કમાણી કરવા માંગો છો, તો તમારા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યૂબ એક ખાસ તક આપી રહ્યું છે. ખરેખરમાં, જો તમે યુટ્યૂબ પર વીડિયો બનાવવાના શોખીન હોય તો તમે લાખો રૂપિયામાં કમાણી કરી શકો છો. આ માટે હવે તમારે એક નાનુ સરખુ કામ કરવુ પડશે. કેમ કે હવે યુટ્યૂબે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે અને આ પછી સામાન્ય માણસને પણ લાખો રૂપિયા કમાવવું યુટ્યૂબ પર ઇજી થઇ જશે. જાણો શું છે યુટ્યૂબનો નવો નિયમ અને કઇ રીતે થઇ શકશે કમાણી