વૉટ્સએપમાં વૉઇસ મેસેજ માટે આવી રહ્યું છે આ ખાસ ફિચર, તમે કરી શકશો આ મોટુ કામ........
આ ફિચરથી યૂઝર્સનુ કામ વધુ આસાન થઇ જશે. ખરેખરમાં, ફિચરના આ અપેડટ બાદ વૉઇસ મેસેજને પૉઝ કરી શકાશે. આ પહેલા તમારે વૉઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે પૉઝનુ ઓપ્શન ન હતુ મળતુ.
WhatsApp New Feature: દુનિયાભરમાં પોતાના બેસ્ટ ફિચર્સ માટે જાણીતા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પોતાના વૉઇસ મેસેજ ફિચરને અપડેટ કરવા જઇ રહ્યું છે. આ ફિચરથી યૂઝર્સનુ કામ વધુ આસાન થઇ જશે. ખરેખરમાં, ફિચરના આ અપેડટ બાદ વૉઇસ મેસેજને પૉઝ કરી શકાશે. આ પહેલા તમારે વૉઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે પૉઝનુ ઓપ્શન ન હતુ મળતુ. જાણો આના વિશે....
વૉઇસ મેસેજને કરી શકાશે પૉઝ-
WhatsAppના અપડેટ્સ પર નજર રાખનારી WABetaInfoના રિપોર્ટનુ માનીએ તો વૉઇસ મેસેજના નવા ફિચર પર હાલ કામ ચાલી રહ્યું છે. આ ખાસ ફિચરની મદદથી યૂઝર્સ વૉઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે તેને પૉઝ પણ કરી શકશે. અત્યારે તમને એક જ વારમાં આખેઆખો મેસેજ રેકોર્ડ કરવાની સુવિધા મળે છે. કંપની અત્યારે રેકોર્ડીંગને પૉઝ કરવાની સુવિધા નથી આપતી.
આ ફિચર પણ થશે લૉન્ચ-
WhatsAppમાં ગ્લૉબલ વૉઇસ મેસેજ પ્લેયર ફિચર પણ લઇને આવી રહ્યું છે. આ ગ્લૉબલ વૉઇસ મેસેજ ફિચરની મદદથી યૂઝર્સ આવેલા વૉઇસ મેસેજને ચેટ વિન્ડોની બહાર પણ સાંભળી શકશે. અત્યારે આવુ નથી થતુ કે તમે કોઇ ચેટમાં વૉઇસ મેસેજ સાંભળી રહ્યાં છો અને જો ચેટની બહાર આવી જાઓ છો તો મેસેજ ઓટોમેટિક બંધ થઇ જશે. પરંતુ હવે આવુ નહીં થાય.
કરી શકશો પ્લે અને ડિસમિસ-
ગ્લૉબલ વૉઇસ મેસેજ પ્લેયર ફિચર WhatsAppમાં ટૉપ પર હશે. જેનાથી યૂઝર્સ એપમાં આ કોઇપણ સેક્શનમાં દેખાશે. રિપોર્ટ અનુસાર આ ફિચરમાં યૂઝર્સની પાસે વૉઇસ મેસેજને ક્યારેય પણ પ્લે કે પછી ક્યારેય ડિસમીસ કરવાનો ઓપ્શન હશે.
Whatapp chat:શું આપની whatappની ચેટ કોઇ વાંચી શકે છે, આ ટ્રીકથી જાણો
Whatapp chat:સામાન્ય રીતે તો whatappને હેક કરવું મુશ્કેલ છે. અમે આપને કેટલીક એવી ટ્રિક બતાવીશું, જે ખૂબ જ બેઝિક છે. જેનો કોઇ ખોટા ઇરાદા માટે આપની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે છે.
પહેલી ચીજ તો એ છે કે, આપ જલ્દીથી આપના whatappમાં જઇને ચેક કરો કે આપનું વ્હોટસએપ કોઇ એક્સસ તો નથી કર્યું.તે જાણવા માટે વ્હોટસએપ સેટિંગ્સમાં જઇને વ્હોટસએપ વેબ/ડેસ્કટોપ ટેપ કરો.
જો આપને whatapp ઓપન ન કર્યું હોય તો જો તે લોગ ઇન બતાવતું હોય તો સમજી લો કે આપની ચેટસ કોઇ બીજુ પણ વાંચી રહ્યું છે. સૌથી પહેલા આપે એ કામ કરાનું છે કે, તેના લોગ આઉટ કરી લો. ગૂગલ પ્લે સ્ટોર પર આ પ્રકારના અનેક એપ છે. તે whatappના ફીચર્સના ફાયદો ઉઠાવે છે. આપનું કોઇ પરિચિત આપનું whatapp એક્સસ કરી શકે છે અને આપને જાણ પણ નહીં હોય.
જો કે આ કામ કરવા માટે અટેકરને ટાર્ગેટ ડિવાઇસનું ફિઝિકલ એક્સેસની જરૂર પડે છે. સામાન્ય રીતે કોઇ એક મિનિટ માટે પણ પોતાના મોબાઇલ કોઇને આપવા માટે સંકોચ અનુભવે છે. જો કે થોડી મિનિટમાં જ આપના મોબાઇલથી મોબાઇલ વેબ એક્સેસ થઇ શકે છે. આ મુદ્દે સાવધાન રહેવું જરૂરી છે.
વ્હોટસએપ સ્પાઇ કરવાનો બીજો સરળ વિકલ્પ એ છે કે, કેટલીક વખત એટેકર ટાર્ગેટના ડિવાઇનું એક્સેસ કરી લે છે. અહીં અટેકર કોઇપણ હોઇ શકે છે. જે આપનો નજીકની, આસપાસની પરિચિત વ્યક્તિ પણ હોઇ શકે છે.તે બદઇરાદાથી આપનો ફોન લઇને ચેટને ડાયરેક્ટ તેમના ઇમેલ પર એક્સપોર્ટ કરી શકે છે. આપને જણાવી દઇએ કે આ કામ કરવામાં માત્ર થોડી સેકન્ડનો જ સમય લાગે છે.
WhatsApp OTP સ્કેમ શું છે?
આ સ્કેમ હાલ ચર્ચામાં છે. જો કે અટેકર આ પહેલા પણ તેનો ઉપયોગ કરતા આવ્યાં છે. આ સ્કેમની હેઠળ અટેકર્સ ખુદને ઇમરજન્સીમાં બતાવીને આપના ફોન પર પ્રાપ્ત ઓટીપી માંગે છે. જે ઓટીપી આપના WhatsAppની હોય છે. જેની મદદથી તે એક્સેસ કરવાની કોશિશ કરે છે. આ રીતે તે આપનું એકાઉન્ટ હેક કરી શકે છે. જો થોડા સમય માટે પણ તેમને આપનું અકાઉન્ટ હાંસિલ કર્યું હશે તોતે બધી જ ચેટ તેમના ઇમેઇલ આઇડી પર એક્સપોર્ટ કરી શકે છે. આ રીતે તે આપને બ્લેક મેઇલ પણ કરી શકે છે.