શોધખોળ કરો
મિડ સેગમેન્ટમાં ધમદાર ફિચર્સ સાથે Nokia 5.3 આ મહીને ભારતમાં થઈ શકે છે લોન્ચ, જાણો શું છે હશે કિંમત
Nokia 5.3 માં 6.55 ઈંચની ફુલ HD+ ડિસપ્લે મળી શકે છે. આ સ્માર્ટફોન 3GB રેમ, 4GB રેમ અને 6GB રેમ ઓપ્શન સાથે આવશે

નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની Nokiaએ પોતાના સ્માર્ટફોન નવો Nokia 5.3 આ મહિનામાં લોન્ચ કરી શકે છે. નોકિયાએ આ ફોનનું પ્રોડક્શન શરુ કરી દીધું છે. સૂત્રો અનુસાર Nokia 5.3 આ ઓગસ્ટમાં જ લોન્ચ થઈ શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં નોકિયાએ હાલમાં જ XpressMusic Nokia 5310, Nokia 8.3 5G, Nokia 5.3 અને Nokia 1.3ને લોન્ચ કરી દીધાં છે.
Nokia 5.3 માં મળી શકે છે આ ફિચર્સ
Nokia 5.3 માં 6.55 ઈંચની ફુલ HD+ ડિસપ્લે મળી શકે છે. આ સ્માર્ટફોન 3GB રેમ, 4GB રેમ અને 6GB રેમ ઓપ્શન સાથે આવશે અને તેમાં 64GB ઈન્ટરનલ સપોર્ટ મળશે. માઈક્રો એસડી કાર્ડથી સ્ટોરેજ 512 જીબી સુધી વધારી શકાશે. પરફોર્મન્સન માટે ક્લોલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળી શકે છે. પાવર માટે ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવશે.
ફોટોગ્રાફી માટે ક્વોડ કેમેરા રિયર સેટઅપ મળી શકે છે. જેમાં 13MP+5MP+2MP+2MP સેન્સર રેહેશે. જ્યારે સેલ્ફી માટે ફોનમાં 8MPનો કેમેરા આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોનની કિંમત લગભગ 15 હજાર હોઈ શકે છે.
વધુ વાંચો
Advertisement





















