શોધખોળ કરો
Advertisement
Nokia 8 v 5G UW સ્માર્ટફોન લોન્ચ, જાણો શું છે કિંમત અને સ્પેસિફિકેશન
Nokia 8 v 5G UW કંપનીના નોકિયા 8.3 5Gનું રીબ્રેન્ડેડ વર્ઝન છે. નવા નોકિયા ફોનની ખાસિયત એ છે કે, આ ફોનમાં 6.81 ઈંચ એચડી+ પ્યોર ડિસ્પલે આપવામાં આવી છે. જેનો રેશિયો 20:9 છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે.
HMD ગ્લોબલે નવો પ્રેમિયન હેન્ડસેટ Nokia 8 v 5G UW લોન્ચ કરી દીધો છે. Nokia 8.3 5G બાદ કંપનીનો આ બીજો 5G સ્માર્ટફોન છે પરંતુ સબ-6GHz સાથે mmWave 5Gને સપોર્ટ કરનાર નોકિયા પોર્ટફોલિયોમાં આ પ્રથમ મોડલ છે. HMDએ Nokia 8 v 5G UWને ખાસ કરીને US કેરિયર વેરિઝોન માટે તૈયાર કર્યો છે. આ ફોનની કિંમત 700 ડૉલર (લગભગ 51 હજાર રૂપિયા) છે. ફોન વેરિઝોનના mmWave 5G નેટવર્કને સપોર્ટ કરશે.
શું છે ખાસિયત
Nokia 8 v 5G UW કંપનીના નોકિયા 8.3 5Gનું રીબ્રેન્ડેડ વર્ઝન છે. નવા નોકિયા ફોનની ખાસિયત એ છે કે, આ ફોનમાં 6.81 ઈંચ એચડી+ પ્યોર ડિસ્પલે આપવામાં આવી છે. જેનો રેશિયો 20:9 છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર ચાલે છે. ફોનમાં 6 GB રેમ અને 64 GB ઈનબિલ્ડ સ્ટોરેજ આપવામાં આવી છે. મેમોરી કાર્ડથી સ્ટોરેજ વધારી પણ શકાય છે. 12 નવેમ્બરથી આ ફોન ખરીદી શકાશે. આ ફોન એક veizon એક્સક્લૂઝિલ છે જેના કારણે ગ્લોબલ માર્કેટમાં તે ઉપલબ્ધ નહીં રહે.
કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 64 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ-લેન્સ, 2 મેગાપિક્સલ ડેપ્થ સાથે 2 મેગાપિક્સલ માઈક્રો લેન્સની સુવિધા આપવામાં આવી છે. સેલ્ફી માટે 24 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યા છે. જ્યારે બેટરી 4500mAhની આપવામાં આવી છે.
Nokia 8 V 5G UW સ્માર્ટફોનનો માર્કેટમાં અનેક સ્માર્ટફોન સાથે મુકાબલો થશે. જેમાં Realme 7i , Redmi Note 9, OPPO A 52, Vivo V20 SE , Redmi Note 9 અને વન પ્લસ Nord , Redmi 9 તથા ઓપો Reno 2F સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion