શોધખોળ કરો
બજેટ સેગમેન્ટમાં દમદાર સ્માર્ટફોન છે નવો Nokia C3,જાણો કિંમત અને ફિચર્સ વિશે
બજેટ સેગમેન્ટમાં નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન Nokia C3ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. Nokia C3માં અનેક એવા ફીચર્સ છે જે પોતાના સેગમેન્ટમાં એક બેહતર સ્માર્ટફોન બનાવે છે.
બજેટ સેગમેન્ટમાં નોકિયાએ પોતાનો નવો સ્માર્ટફોન Nokia C3ને ભારતમાં લોન્ચ કરી દીધો છે. Nokia C3માં અનેક એવા ફીચર્સ છે જે પોતાના સેગમેન્ટમાં એક બેહતર સ્માર્ટફોન બનાવે છે.
ડિઝાઈન અને ડિસ્પ્લે
નવા Nokia C3ની ડિઝાઈન સિમ્પલ રાખવામાં આવી છે. તેમાં રિયરમાં સિંગલ કેમેરા સેટઅપ સાથે LED ફ્લેશ લાઈટ આપવામાં આવી છે. તે સિવાય તેમાં ફિંગરપ્રિન્ટ સ્કેનરની સુવિધા પણ આપવામાં આવી છે. આ ફોનમાં 5.99 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે (720x1,440 પિક્સલ રિઝોલ્યૂશન) સાથે આપવામાં આવી છે. ફોનની ડિસ્પ્લે બ્રાઈટ અને મોટી છે.
Nokia C3 8PM સિંગલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જેનું અપાર્ચર f/2.0 હશે, જ્યારે સેલ્ફી માટે ફોનમાં 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેના ફ્રન્ટ કેમેરાથી HD વીડિયો શૂટ કરી શકાય છે, જ્યારે રિયર કેમેરાની મદદથી ફુલ એચડી સુધી વીડિયો શૂટ કરી શકાય છે.
Nokia C3માં પરફોર્મન્સ માટે octa-core Unisoc SC9863A પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 10 OS પર બેઝ્ડ છે. તે સિવાય પાવર માટે 3,040mAh ની બેટરી આપવામાં આવી છે. જેને રિમૂવ કરી શકાય છે.
કિંમત
Nokia C3ના 2GB + 16GB સ્ટોરેજની કિંમત 7,499 રૂપિયા છે જ્યારે 3GB + 32GB સ્ટોરેજની કિંમત 8,999 રૂપિયા છે.
કનેક્ટિવિટી માટે Nokia C3 માં વાઈફાઈ, બ્લૂટૂથ V4.2, GPS, 3.5mm ઓડિયો જેક અને એક માઈક્રો યૂએસબી પોર્ટ આપવામાં આવી છે. તેમાં ડ્યૂઅલ સપોર્ટ મળે છે. તે સિવાય માઈક્રોએસડી કાર્ડની મદદથી 128 GB સુધી સ્ટોરેજ એક્સપેન્ડ કરી શકાય છે. ચીની કંપનીઓએ આ સ્માર્ટફોન ટક્કર આપી શકે છે.
Nokia C3ની ટક્કર Realme Narzo 10A સાથ થશે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. Narzo 10A માં 6.5 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તે સિવાય 12MP + 2MP + 2MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement