Nothing Phone 2a Plusના કેમેરા સ્પેસિફિકેશન થયા કન્ફર્મ, હવે આ ફોન ડીએસએલઆરને પણ માત આપશે!
Nothing Phone 2a Plus Specs: નથિંગએ તેના અપકમિંગ ફોનના કેમેરા સ્પેસિફિકેશન વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી. આવો અમે તમને આ ફોન વિશે જણાવીએ.
Nothing Phone 2a Plus: નથિંગ કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. હવે આ કંપનીએ તેનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આ ફોનનું નામ નથિંગ ફોન (2a) પ્લસ છે. આ ફોન આવતીકાલે એટલે કે 31મી જુલાઈએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોન્ચ થશે.
નથિંગ ફોનના કેમેરા ફીચર્સ થયા લોન્ચ
આ ફોનના લોન્ચિંગ પહેલા કંપનીએ તેના ઘણા ફીચર્સની પુષ્ટિ કરી છે. હવે નથિંગે પણ આ ફોનના કેમેરા સ્પેસિફિકેશનની પુષ્ટિ કરી છે. કંપની અનુસાર, હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે કંપની આ ફોનની પાછળ 50MP + 50MPના બે કેમેરા સેન્સર આપવા જઈ રહી છે. આ સિવાય સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનના ફ્રન્ટમાં 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે. આમ આ ફોનના તમામ કેમેરામાં એક સરખા મેગાપિક્સલ હશે.
નથિંગએ પણ તેના સત્તાવાર પ્લેટફોર્મ X હેન્ડલ દ્વારા આની જાહેરાત કરી છે. જો કે, આ વિશે પહેલાથી જ એવા અહેવાલો લીક થયા હતા કે આ ફોનના પાછળના ભાગમાં 50MP કેમેરા સેટઅપ અને 50MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે, પરંતુ હવે કંપનીએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે.
આ ફોન 50W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે
આ ફોનમાં કંપની 5000mAh બેટરી અને 50W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ આપશે, આ સિવાય કંપની આ ફોનમાં 6.7 ઇંચની OLED સ્ક્રીન આપી શકે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1080 પિક્સલ રિઝોલ્યુશન આપી શકાય છે. જોકે, કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
Nothing Phone 2aમાં કંપની 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપી શકે છે.જ્યારે આ ફોનમાં કંપની 5000mAh બેટરી અને 50W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ આપશે, હવે જોવાનું એ રહેશે કે કંપની આ ફોનમાં અન્ય કયા ખાસ સ્પેસિફિકેશન્સ સામેલ કરે છે. નથિંગ કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.
નથિંગ કંપનીએ તેનો પહેલો સ્માર્ટફોન જ્યારે ભારતમાં લોન્ચ કર્યો ત્યારે તેને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો અને તેનો આ ફોન ભારતમાં ખુબજ ચર્ચામાં આવ્યો હતો હવે ફરીવાર નથિંગ તેનો નવો ફોન આવતીકાલે લોન્ચ કરવા જય રહી છે.