શોધખોળ કરો

હવે WhatsApp દ્વારા કરી શકાશે રૂપિયાની લેવડ દેવડ, NPCIએ Whatsapp payને આપી મંજૂરી

વોટ્સએપનું ભારતમાં બે વર્ષથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ મેથડમાં કેટલીક સમસ્યાઓ આવી રહી હતી એના કારણે આ સેવા લૉન્ચ નહોતી થઈ રહી.

નવી દિલ્હી: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whatsapp યૂઝર્સ હવે ભારતમાં ક્યાંય પણ એપ પરથી પૈસાની લેવડ દેવડ કરી શકશે. વોટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને યૂપીઆઈ આઈડી (UPI ID) દ્વારા પૈસા મોકલી શકાશે. હકિકતમાં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ (NPCI) દ્વારા આ સેવા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે એનપીસીઆઈ (NPCI) પાસેથી પરવાનગી તો મળી છે, પરંતુ આ શરૂઆતમાં તે 2 કરોડ વપરાશકર્તાઓને રજિસ્ટર કરવાની કેમ્પિંગ છે. અહેવાલ મુજબ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ વ્હોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત સિસ્ટમ શરૂ કરવાની મંજૂરી આપી છે અને કહ્યું છે કે તે તબક્કાવાર રીતે થવું જોઈએ. એનપીસીઆઇ દ્વારા એક પ્રેસ રિલીઝ પણ બહાર પાડવામાં આવી છે. એનપીસીઆઇએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે પેમેન્ટ સિસ્ટમ માટે વોટ્સએપને Go Liveની મંજૂરી આપવામાં આવી છે. વોટ્સએપનું ભારતમાં બે વર્ષથી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પેમેન્ટ મેથડમાં કેટલીક સમસ્યાઓ આવી રહી હતી એના કારણે આ સેવા લૉન્ચ નહોતી થઈ રહી. આ સર્વિસ યુપીઆઈ (UPI) આધારીત છે. જેવી રીતે પેટીએમ, ફોન પે કે ગૂગલ પે કામ કરે છે તેવી રીતે જ કામ કરશએ. UPI સેવા વોટ્સએપ સાથે શરૂ થવાથી તમે વોટ્સએપમાંથી તમારાં મોબાઇલનું રિચાર્જ કરી શકશો, બીલ ભરી શકશો, રોકડ રકમ ટ્રાન્સફર કરી શકશો. શક્ય હશે ત્યા સુધી એના માધ્યમથી અન્ય એપની જેમ ખરીદી કરવાના ઓપ્શન પણ મળી શકશે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ હાલમાં રોજ એક ખાતામાંથી પ્રતિદિન 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. એના માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવાનો રહેશે. NPCIએ UPIના પ્રોસેસ્ડ ટ્રાન્જેક્શન વોલ્યૂમ પર 30 ટકાની મર્યાદા મૂકી છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. શરૂઆતમાં કંપનીને 20 મિલિયન યુપીઆઈ યુઝર બેઝ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ પાછળથી તેનો વિસ્તાર ગ્રેડેડ મેનર સુધી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ

Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ

વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી

Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
Watch: શું ટ્રેવિસ હેડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે? રિષભ પંતને આઉટ કર્યા બાદ કર્યો આવો વિચિત્ર ઈશારો; જાણો તેનો અર્થ
રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે એક જ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયા મંજૂર

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

'તેલંગાણા પોલીસનો નથી કોઇ દોષ', અલ્લૂ અર્જૂનની ધરપકડ પર બોલ્યા પવન કલ્યાણ, રેવંત રેડ્ડીની પણ કરી પ્રસંશા

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

Embed widget