ભારતમાં એક મહિના બાદ લૉન્ચ થશે વનપ્લસનો આ OnePlus Nord 2T સ્માર્ટફોન, જાણો કમાલના ફિચર્સ વિશે...........
હાલ આ સ્માર્ટફોનના ફિચર્સથી લઇને કિંમત સુધીની જાણકારી લીક થઇ છે. રિપોર્ટ અનુસાર, આ ફોન ભારતીય માર્કેટમાં 30 થી 40 હજાર રૂપિયા સુધી મળી શકે છે. જાણો શું છે ફોનમાં ખાસ........
OnePlus Nord 2T Launch Date : જો તમે OnePlus સ્માર્ટફોન (SmartPhone)ના ફેન છો તો તમારા માટે સારી ખબર છે, કંપની નોર્ડ કેટેગરીમાં પોતાનો પહેલો ટી સીરીઝ સ્માર્ટફોન OnePlus Nord 2Tને ભારતમાં લાવી રહી છે, આ ફોન આગામી એપ્રિલ કે મે મહિનામાં લૉન્ચ કરી શકે છે. હજુ આ ફોન પર કામ કરી ચાલી રહ્યું છે. હાલ આ સ્માર્ટફોનના ફિચર્સથી લઇને કિંમત સુધીની જાણકારી લીક થઇ છે. રિપોર્ટ અનુસાર, આ ફોન ભારતીય માર્કેટમાં 30 થી 40 હજાર રૂપિયા સુધી મળી શકે છે. જાણો શું છે ફોનમાં ખાસ........
એક નજર સ્પેશિફિકેશન પર-
OnePlus Nord 2T માં 6.43 ઇંચની ફૂલ એચડી +AMOLED ડિસ્પ્લે મળી શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે આમાં 90Hzનો રિફ્રેશ રેટ અને 2400×1080 પિક્સલનુ રિઝૉલ્યૂશન હશે. મેમરીની વાત કરીએ તો આ ફોનમાં 12GB રેમ અને 256GB સ્ટૉરેજની સુવિધા હશે. આની બેટરી ક્ષમતા 4500 mAhની હોઇ શકે છે. જે 80W SuperVOOC ચાર્જિંગનો સપોર્ટ હશે, એટલે તમે આ ફોનને ફટાફટ ચાર્જ કરી શકશો.
સ્માર્ટફોનનો કેમેરો-
જો વાત કરીએ આ ફોનના કેમેરાની વાત તો નૉર્ડ 2Tમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. આમાં 50MPનો પ્રાઇમરી સેન્સર, 8MPનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 2MPનો મોનોક્રૉસ સેન્સર હોવાનુ અનુમાન છે. હવે જો વાત કરીએ ફ્રેન્ટ કેમેરાની તો આમાં 32MP નુ સેન્સર મળી શકે છે.
આની સાથે થશે ટક્કર-
અત્યારે આ ફોનના ફિચર્સની જેટલી માહિતી સામે આવી છે, જે પ્રમાણે કહી શકીએ કે આ ફોનને ભારતીય માર્કેટમાં બરાબરની ટક્કર મળશે. આ ફોન મોટોરોલાના મોટોરોલા એજ 20 5જી (Motorola Edge 20 5G), શ્યાઓમી એમઆઇ 11 લાઇટ એનઇ 5જી (Xiaomi Mi 11 Lite NE 5G), રિયલમી એક્સ 7 પ્રૉ (Realme X7 Pro), ઓપ્પો રેનો 6 5જી (Oppo Reno 6 5G), રિયલમી જીટી નિયો2 5જી (Realme GT Neo 2 5G) અને ઓપ્પો રેનો 5 પ્રૉ 5જી (Oppo Reno 5 Pro 5g) જેવા ફોનની સાથે થશે.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....