શોધખોળ કરો
Advertisement
એમેઝોનના સેલથી 200થી વધુ ભારતીય કઈ રીતે બન્યા કરોડપતિ? જાણો વિગત
આ સેલમાં લગભગ 4000 નાના સેલર્સની સેલ 10 લાખ રૂપિયાથી વધુ રહી, અને 209 સેલર્સ એવા રહ્યાં જે કરોડપતિ બની ગયા, એટલે કે અમેઝોનને પ્રાઇમ ડે સેલ કેટલાક માટે સોનાની ગિફ્ટ બની ગયો હતો
નવી દિલ્હીઃ ઓનલાઇન શૉપિંગ વેબસાઇટ અમેઝોને 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટની વચ્ચે બે દિવસ સુધી પ્રાઇમ ડે સેલ શરૂ કર્યો હતો. આ સેલની ખાસ વાત એ રહી કે આમાં કેટલાક ભારતીયોને કરોડપતિ બનવાનો મોકો મળ્યો છે. આ સેલમાં લગભગ 4000 નાના સેલર્સની સેલ 10 લાખ રૂપિયાથી વધુ રહી, અને 209 સેલર્સ એવા રહ્યાં જે કરોડપતિ બની ગયા, એટલે કે અમેઝોનને પ્રાઇમ ડે સેલ કેટલાક માટે સોનાની ગિફ્ટ બની ગયો હતો.
આ સેલમાં જબરદસ્ત ખરીદી રહેવાનુ કારણ કોરોના મહામારી રહ્યું. જેના કારણે લોકો માર્કેટમાં જઇને સામાન ન હતા ખરીદી શકતા. આવામાં લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પણ પાલન કરતા ઓનલાઇન સામાન મંગાવ્યો હતો. આ કારણે અમેઝોનનો પ્રાઇમ ડે સેલ હિટ રહ્યો હતો. આ બે દિવસમાં 5900 થી વધુ પિનકૉડના 91,000થી વધુ એસએમબી, કલાકારો, બુનકરો અને મહિલા ઉદ્મમીઓને ફાયદો થયો છે.
આ સેલમાં 62,000 થી વધુ વિક્રેતા બિન મેટ્રો અને ટિયર 2 તથા 3 શહેરોમાં હતા. 31,000 એસએમબી વિક્રેતાઓએ પોતાનુ અત્યાર સુધીનુ સૌથી વધુ વેચાણ નોંધ્યુ. 4000થી વધુ વિક્રેતાઓએ 10 લાખ રૂપિયા કે આનાથી વધારે વેચાણ કર્યુ અને 209 એસએમબી વિક્રેતા 48 કલાક દરમિયાન કરોડપતિ બની ગયા હતા.
અમેઝોન પ્રાઇમ ડે સેલમાં આ વખતે ગ્રાહકોની ખરીદીમાં 5 ગણો વધારો જોવા મળ્યો, એમેઝોન મુજબ પીસી, મોટા ઉપકરણો, રસોડા, સ્માર્ટફોન, કપડાં, ખાદ્ય ચીજો વગેરે મુખ્ય વેચતા ઉત્પાદનો હતા. ટ્રેડ મિલો અને હોમ જીમના વેચાણમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો. સેમસંગ ગ્લેક્સી એમ 31 એસ, સેમસંગ ગ્લેક્સી એમ 31, સેમસંગ ગ્લેક્સી એમ 21, એપલ આઇફોન 11 અને કેટલીક ચીની બ્રાન્ડના ફોન સૌથી વધુ વેચનારા સ્માર્ટફોનમાંથી હતા. એમેઝોન ડિવાઇસીસની દ્રષ્ટિએ પ્રાઇમ ડેનો પહેલો દિવસ સૌથી મોટો દિવસ હતો, જેમાં સભ્યોમાં ઇકો ડિવાઇસેસ, ફાયર ટીવી સ્ટીક અને કિન્ડલ ડિવાઇસીસ પ્રિય હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion